સત્યભામાનું સત્ય: કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી

  • February 15, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૃષ્ણને અનેક દ્રષ્ટ્રિથી જોવાના પ્રયત્નો સદીઓથી થતા આવ્યા છે અને આવા દરેક પ્રયત્નએ કૃષ્ણનું એક અનોખું પાસું ઉઘાડી આપ્યું છે. આવો જ એક સફળ પ્રયત્ન રામ મોરી દ્રારા થયો છે. રામ મોરીની કૃષ્ણની પટરાણી સત્યમાગાની નજરે કૃષ્ણને રજૂ કરતી જીવન કથા સત્યભામા પ્રકાશિત થતાની સાથે જ લોકપ્રિય બની ગઈ છે.
કૃષ્ણ એક એવું વ્યકિતત્વ જેના પર સાહિત્યમાં ખૂબ લખાયું છે. દરેક પેઢી માટે કૃષ્ણ એક રસનો વિષય. કૃષ્ણકથામાં નવ રસ છે. એ તમામ કથાઓ જે જગતમાં બીજે કયાંય નથી એ બધી કથાઓ કૃષ્ણની આસપાસ ગુંથાયેલી છે. પરંતુ, આજે વાત રાધાનાં કૃષ્ણની કે યશોદાનાં કૃષ્ણની નહીં, સત્યભામાનાં કૃષ્ણની કરવાની છે.
ભારતીય સાહિત્યમાં પહેલીવાર કૃષ્ણની પત્ની સત્યભામાનાં દ્રષ્ટ્રિકોણથી કૃષ્ણ કથા કહેવાઈ રહી છે. નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની કલમે નવું પુસ્તક – સત્યભામા.
સત્યભામા, આમ તો કૃષ્ણની અષ્ટ્રપટરાણીઓમાંની એક પણ તોય સૌથી જુદી ! એવી નાયિકા જે માનતી કે હત્પં ટોળાનો ભાગ નહીં, ટોળાનું કારણ હોઈ શકું ! એવી ક્રી જે સ્વયંને સર્વશ્રે  માનતી. સત્યભામા આજીવન એવા ભ્રમમાં રાજી રહી કે કૃષ્ણ સૌથી વધારે પ્રેમ માત્ર અને માત્ર એને જ કરે છે. સૌથી સુંદર વાત કે એનો આ ભ્રમ કૃષ્ણએ કયારેય તોડો નથી.
અહીં,આ પુસ્તકમાં કૃષ્ણને પામવાની સત્ય ભામાની પોતીકી યાત્રા છે.
કૃષ્ણની સોળ હજાર એકસો અને સાત રાણીઓ એવું માનતી કે, અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.
પરંતુ....
એક હતી પટરાણી સત્યભામા !
જે એવું સ્પષ્ટ્રપણે માનતી કે, કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી !
આ કથા સત્યભામાની છે. જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતનાં ચોકમાં ઊભી રહી, આંખમાં આખં પરોવી ધ્ઢ વિશ્વાસ સાથે કહી રહી છે કે,
ભલે હત્પં રાધાની જેમ રાસ નથી રમી.
ભલે કિમણીની જેમ માં વરણ નથી થયું.
ભલે દ્રૌપદીની જેમ મને કૃષ્ણા સંબોધન નથી મળ્યું.
ભલે જાંબવતીનીવનસંસ્કૃતિનો સ્વીકાર થયો એવું મને માન નથી મળ્યું...
તો પણ,
કૃષ્ણ સૌથી વધારે પ્રેમ મને કરે છે અને મને જ કરે છે !
આ કથા સત્યભામાનાં કૃષ્ણની છે. આ કથામાં દ્રારકા છે, ગોકુળ બરસાના મથુરા છે, પાંચાલ છે તો વિદર્ભ પણ છે. આ સ્થળોસરનામા નહીં, પડાવ છે.  આ નવલકથામાં રાધા, કિમણી, દ્રૌપદી, જાંબવતી, સુભદ્રા, યશોદા, દેવકી અને રેવતી છે. આ સૌ નારીપાત્રોનાંપોતપોતાના કૃષ્ણ છે.
અહીં કથાનાંપાનેપાને સત્યભામા કૃષ્ણને કહી રહી છે કે, જો પ્રેમ વહેંચીને મહાન થવાતું તો બળ્યું, મારે મહાન નથી થવું. થોડું જાતને સંકોરતાશીખો કૃષ્ણ, બધા માટે ઉપલબ્ધ હોવું એમાં આપણું માન નહીં !
કૃષ્ણ, તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્રારકા ઉભી કરી દીધી પણ નારીનાં મનનું તળિયું તો તમે માપી નથી શકયા ! સૂરધારીમાંથી ચક્રધારી બનેલા કૃષ્ણની વાંસળી રૂક્ષમણીને સંભગળાય છે તે કહે છે કે, કૃષ્ણના મનમાં સતત વાંસળી વાગે છે પણ તે સમજવા માટે કૃષ્ણત્વને સમજવું જરૂરી છે.
યુગ બદલાણો પણ સત્યભામા નથી બદલાણી. એ કયાંય નથી ગઈ, અહીં જ ઊભી છે આજેય. મારામાં, તમારામાં અને આપણા સૌમાં ધબકે છે શાશ્વત!    લેખક તરીકે મહોતું, કોફીસ્ટોરીઝ અને કન્ફેશન બોકસ પછી રામ મોરીનું આ ચોથું પુસ્તક છે. સત્યભામાએ તેઓની પ્રકાશિત થતી પ્રથમ નવલકથા છે. આર.આર. શેઠ પ્રકાશિત રામ મોરીની  નવલકથા સત્યભામા.  આ પુસ્તક મેળવવા આપ પ્રકાશક આર.આર.શેઠનીવેબસાઈટ પરથી ઓર્ડર કરી શકો છો.  મો : ૮૩૨૦૦૩૭૨૭૯ પર પ્રકાશનગૃહનો સીધો સંપર્ક કરીને પણ પુસ્તક ઓર્ડર કરી શકાય છે. રામ મોરીએ ગુજરાતના ટુંકી વાર્તા લેખક, પટકથા લેખક અને કટાર લેખક છે. જેઓ મુખ્યત્વ સૌરાષ્ટ્ર્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટુંકી વાર્તાઓ માટે જાણીતા છે. મહોતું એ તેમની ટુંકી વાર્તાઓનો સંગ્રહ છે જેને સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર પ્રા થયો હતો. માત્ર ૧૭ વર્ષની ઉંમરે ટુંકી વાર્તાઓ લખવાનું શરૂ કયુ. તેમની વાર્તાઓ શબ્દસૃષ્ટ્રિ, નવનીત સમર્પણ, એતાદ તથાપિ અને શબ્દસાર જેવા ગુજરાતી સાહિત્યીક સામાયીકોમાં પ્રકાશિત કરવામાં આવી છે. પુસ્તકોની દુનિયામાં ખુબ જ ઝડપથી ઓછા સમયમાં પોતાનું નામ રોશન કરનારા લેખક રામ મોરી કહે છે કે, જયારે તેઓ નાના હતા ત્યારથી તેઓને પ્રશ્ન થતાં કે, કૃષ્ણ ગોકુળ પાછા કેમ ન ગયા, યશોદા અન નંદને દ્રારિકા કમ ને બોલાવ્યા, રાધા સાથે કેમ ન પરણ્યા
જેવા પ્રશ્નોએ તેઓને પુસ્તકો લખવાની પ્રેરણા આપી છે. વર્ષ ૨૦૧૪માં તેઓને આ સત્યભામા પુસ્તક લખવાની શરૂઆત કરી હતી. જેના સંદર્ભ માટે તેઓએ મહાભારત, ભાગવત પુરાણ, હરિવશં પુરાણ, ગોપી ગીત, ભ્રમર ગીત, ગીત ગોવિંદમ તથા સુરદાસના પદોનો ઉ૫યોગ કર્યેા છે. સત્યભામા પુસ્તકમાં કૃષ્ણ જયારે–જયારે બહાર જતા ત્યારે કૃષ્ણ વગરની દ્રારિકાનું વર્ણન છે. કૃષ્ણ એક પતિ, પ્રેમી, પુત્ર, ભાઇ, સખા તરીકે કેવા હતાં તેનું વર્ણન છે. સનાતન ધર્મની પ્રશ્ન પુછવાની પરંપરાનો જવાબ શોધવાના આ પુસ્તકમાં ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રૂક્ષમણીજીએ કૃષ્ણને પુછેલું કે તમે દ્રૌપદીનો સંકેત કેમ સમજયા ? તેનું પણ સુંદર વર્ણન આ પુસ્તકમાં છે. દ્રારકાથી શરૂ થતી આ પુસ્તકની નવલકથા દ્રારકામાં જ પૂર્ણ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application