મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને ફગાવી સુપ્રીમે પોલીસને મિલકતનો કબજો અરજદારને સોપવા કર્યો આદેશ
સુપ્રીમ કોર્ટે કાયદાકીય મંજૂરી વિના પોલીસ દ્વારા સ્થાવર મિલકતનો કબજો લેવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આ સંપૂર્ણ ખોટું છે. અરજદારની સ્થાવર મિલકતની ચાવી પોલીસે પોતાની પાસે રાખી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સી.ટી. રવિકુમારની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે કાયદાકીય જોગવાઈ વિના પોલીસ કોઈ પણ સંજોગોમાં મિલકતનો કબજો જાળવી શકે નહીં. પોલીસની આ કાર્યવાહી ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદાર આરોપીના જામીન દરમિયાન મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા મુકવામાં આવેલી શરતો પણ ગેરવાજબી છે અને તે શરતોને ફગાવી આરોપીના જામીનને યથાવત રાખ્યા છે.સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે પોલીસ સ્થાવર મિલકતની માલિકી જાળવી શકે નહીં. કોર્ટે આરોપીઓને જામીનની શરતો વિના મુક્ત કરવાની તેની માર્ગદર્શિકા પર ભાર મૂક્યો હતો.
શું છે સમગ્ર મામલો?
મધ્યપ્રદેશના રતલામના રહેવાસી આરોપી વ્યક્તિએ અરજી દાખલ કરી હતી. મામલો 22 એપ્રિલ 2024નો છે. ફરિયાદીએ આરોપીઓ પર બળજબરીથી તેના ઘરમાં ઘૂસીને તેની મિલકત પર દિવાલ ઉભી કરવાનો આરોપ મૂક્યો હતો. આ બાંધકામને કારણે ફરિયાદીના ઘર તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ મામલે આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ તથ્યોથી સ્પષ્ટ છે કે જ્યારે આરોપીની જામીન અરજી કોર્ટમાં પેન્ડિંગ હતી ત્યારે પોલીસે તેની સંપત્તિની ચાવી પોતાની પાસે રાખી હતી અને આ ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા જામીનની શરતોને ફગાવી દીધી હતી.જામીન આપતી વખતે હાઈકોર્ટે એવી શરત મૂકી હતી કે પોલીસે દિવાલ તોડી પાડવી જોઈએ અને ડિમોલિશનનો ખર્ચ આરોપી એટલે કે અરજદાર પાસેથી વસૂલવો જોઈએ. હાઇકોર્ટે પોલીસને ડિમોલિશન પ્રક્રિયા બાદ વિવાદિત મિલકતની ચાવી ફરિયાદીને સોંપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે જામીન દરમિયાન ગેરવાજબી શરતો મૂકી.
જામીનની શરતો માટે સુપ્રીમની માર્ગદર્શિકા જાહેર
સુપ્રીમ કોર્ટે જામીન માટેની શરતો માટે માર્ગદર્શિકા નક્કી કરી છે. જામીન મળ્યા બાદ પણ જામીનની શરતો પૂરી ન થવાના કારણે જેલમાંથી મુક્ત થવામાં કેદીઓને ઘણી વાર સમય લાગે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેથી આ વિલંબને ટાળી શકાય. સુપ્રીમ કોર્ટે હવે કહ્યું કે ગેરવાજબી શરતો ન મુકવી જોઈએ. જામીન બાદ આરોપીની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટે આપેલી વ્યવસ્થા એક ઉદાહરણ બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech