સુપ્રીમ કોર્ટે દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર ૧ ઓકટોબર સુધી પ્રતિબધં મૂકયો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી ૧ ઓકટોબરે થશે. સુપ્રીમ કોર્ટ દ્રારા કહેવામાં આવ્યું હતું કે આગામી સુનાવણી સુધી અમારી પરવાનગી લીધા પછી જ કાર્યવાહી કરવામાં આવે. જો કે, કોર્ટે સ્પષ્ટ્ર કયુ છે કે આ સૂચના રસ્તાઓ, ફટપાથ અથવા રેલ્વે લાઇનને બ્લોક કરીને કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર લાગુ થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ તે બુલડોઝરની કાર્યવાહી અંગે દેશભરમાં લાગુ કરવા માટેની માર્ગદર્શિકા બનાવશે. કોર્ટનો આ આદેશ ખાનગી સંપત્તિ પર કાર્યવાહીને લઈને છે.
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબધં મૂકયો છે. કોર્ટે આગામી આદેશ સુધી આ પ્રતિબધં લગાવી દીધો છે. કોર્ટે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી નહીં થાય. આગામી તારીખ સુધી આ કોર્ટની પરવાનગી વિના કોઈ પણ ડિમોલિશન નહીં થાય. જો કે, જાહેર માર્ગેા, ફટપાથ, રેલ્વે લાઇનની બાજુમાં અથવા જાહેર સ્થળોએ અનધિકૃત બાંધકામને આવો હત્પકમ લાગુ પડશે નહીં.
ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાયોમાં બુલડોઝર દ્રારા તોડી પાડવાની કાર્યવાહી વિદ્ધ દાખલ કરવામાં આવેલી જમીયત ઉલેમા–એ–હિંદની અરજી પર સોલિસિટર તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ કહ્યું હતું કે, ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે યાં તે થયું છે, તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને થયું છે. ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ ખોટો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે પણ બુલડોઝરની કાર્યવાહી પર નારાજગી વ્યકત કરી છે. હાઈકોર્ટે આઝમગઢમાં કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના બુલડોઝર દ્રારા મકાનોને તોડી પાડવા પર નારાજગી વ્યકત કરી હતી. આ કેસમાં હાઈકોર્ટે યુપી સરકારને પૂછયું હતું કે એવા કયા સંજોગો હતા જેના કારણે અરજદારનું ઘર કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના તોડી પાડવામાં આવ્યું હતું. કોર્ટે યુપી સરકારને આ મામલે જવાબ દાખલ કરવા કહ્યું છે.
આઝમગઢના સુનીલ કુમારે પોતાનું ઘર તોડી પાડા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જમીન વિવાદને લઈને આઝમગઢના એડિશનલ કલેકટરે ૨૨ જુલાઈએ સુનીલ કુમારનું ઘર તોડી પાડવાનો આદેશ જારી કર્યેા હતો. સુનીલે આરોપ લગાવ્યો કે તેમની બાજુ જાણ્યા વિના તેમના ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech