જામ્યુકોની સ્ટે. કમિટીએ 140.11 કરોડના કામો મંજુર

  • October 04, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેર ઉપરથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત રખડતા ઢોરની નિયંત્રણ કામગીરી માટ 3.75 કરોડ અને ગણેશ વિસર્જન કુંડ બનાવવા ા.23.98 લાખ મંજુર: જીઆઇડીસીમાં ા.6.98 કરોડના ખર્ચે ફાયર સુવિધા અપાશે


જામનગર મહાપાલિકાની સ્ટે.કમિટીએ ગઇકાલે સાંજે ા.140 કરોડ, 11 લાખના કામોને મંજુરી આપી દીધી છે, જેમાં ગણેશ મહોત્સવમાં શહેરમાં મેહુલ સિનેમા પાસે અને લાલપુર બાયપાસ ચોકડી નજીક બનાવેલા બે વિસર્જન કુંડ માટે ા.23.98 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્‌યો છે જયારે શહેરમાં રખડતા ઢોરના નિયંત્રણ માટે ા.3.75 કરોડના ખર્ચને સૈઘ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત લાલપુર રોડ ઉપર જીઆઇડીસી ફાયર સ્ટેશન તથા કર્મચારીઓ માટે ફાયર કવાર્ટર બનાવવા ા.6.98 કરોડનો ખર્ચ મંજુર કરાયો છે, જયારે વોર્ડ નં.13, 14, 15 અને 16માં ા.1.43 કરોડ, વોર્ડ નં.6, 7, 8માં ા.1.22 કરોડ, વોર્ડ નં.1, 2, 3, 4,5માં ા.1.43 કરોડ અને વોર્ડ નં.9, 10, 11 અને 12માં ા.1.57 કરોડનો ભૂગર્ભ ગટર ફરીયાદો આધારીત સફાઇ કામગીરી, સફાઇ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઇન્ટેનન્સનો વાર્ષિક કોન્ટ્રાકટ મંજુર કરવામાં આવ્યો હતો.


સ્ટે.કમિટીની એક બેઠક ગઇકાલે સાંજે ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં 12 સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની અને ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ હાજર રહ્યા હતાં, આ બેઠકમાં વોર્ડ નં.1, 6, 7 માટે ા.5 લાખ, વોર્ડ નં.2, 3, 4માં 5 લાખ, વોર્ડ નં.8, 15 અને 16માં 17.20 લાખ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આંતર માળખાકીય સુવિધા અને બ્રિજના વર્કસ માટે મંજુર કયર્િ હતાં જયારે શહેરી વિકાસ યોજનાના અનુદાનથી મ્યુ.કમિશ્નરની દરખાસ્તમાં સડક યોજનાના કામો માટે ા.78 કરોડના કામોને અને ા.43 કરોડના કામોને મંજુરી અપાઇ હતી.


આ ઉપરાંત સમર્પણ અને પમ્પહાઉસ વિસ્તારમાં વોટર ટેન્કર મારફત પાણી માટે ા.26.48 લાખ, બેડી અને મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં ઇએસઆર હેઠળના વિસ્તારોમાં વોટર ટેન્કર મારફત ા.15.40 લાખ મંજુર કરાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News