રાજકોટ મહાપાલિકાની ગત સાહે ૩૧ તારીખે મ્યુનિ. કમિશનર આનદં પટેલ દ્રારા ૨૮૧૭.૮૦ કરોડનું પ્રપોઝડ ડ્રાફટ બજેટ તૈયાર કરાયું હતું. આ બજેટમાં ઝીંકાયેલા વિવિધ કરબોજમાં રાહત સાથે સ્ટેન્ડિંગ કમિટી દ્રારા જરૂરી ફેરફાર અને નવી યોજનાઓના સુચનો મુકી આવતીકાલે સુધારા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી મ્યુનિ. કમિશનરને પરત સોંપશે.
રાજકોટ શહેરના ૧૭.૭૭ કરોડના કરબોજ સાથેનું આ ડ્રાફટ બજેટ તૈયાર કરાયું છે. જેમાં વિવિધ સ્તરના કરબોજમાં તોતીંગ વધારો મ્યુનિ.કમિશનર દ્રારા સુચવાયો છે. પાણી વેરામાં રહેણાકમાં સીધા ૧૦૦ અને કોમર્શિયલમાં ૨૦૦ રૂપિયાનો વધારો સુચવાયો હતો. આવી જ રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ ૩૬૫ હતો જેમાં સીધો બમણો ૭૩૦ રૂપિયા કરી નખાયો છે.જયારે અત્યાર સુધી મિલકતમાં નામ ટ્રાન્સફરમાં ૨૫૦ રૂપિયા સુધીનો ચાર્જ હતો જેમાં ફેરફાર કરી અલગ અલગ કેટેગરીવાઇઝ ચાર્જ વધારા સાથે આ રકમ ૧૦ હજાર જેવી કરી નખાઇ હતી. આ ઉપરાંત જો ૯૦ દિવસ પછી નોંધણી કરવામાં આવે તો ૨૦૦૦ લેઇટ ફી પણ લાદી દેવાઇ હતી.
ટેકસમાં તોતીંગ વધારા કરીને આવકનો ક્રોત ઉભો કરવાનો મ્યુનિ. કમિશનરનો પ્રયાસ હશે. દર વખતના બજેટમાં જેમ કમિશનર કેટલાંક વધારા કે બોજ નાખે અને આ બજેટ અભ્યાસ બાદ પ્રજાભિમુખ કે પ્રજાને ફાયદારૂપ જણાવ્યાની વાત સાથે શાસકો કરવેરામાં ઘટાડા કરી પ્રજાનો અવાજ બન્યા જેવો ચિતાર રજૂ કરતાં હોય છે. ૨૮૧૭.૮૦ કરોડના આ ડ્રાફટ બજેટમાં પણ મહાપાલિકાના શાસકો દ્રારા અભ્યાસ પૂર્ણ કરાયો છે અને વધારેલા કરબોજમાં બન્ને રાજી રહે તેમ થોડો ઘણો ઘટાડો કરાયો છે. જેથી પ્રજાને પણ એવું લાગે કે શાસકોએ રાહત આપી અને મહાપાલિકાને પણ આવક મળી રહે. આવા ફેરફારો કે સૂચના સ્ટેન્ડિંગ કમિટી દ્રારા કરાયો હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત બજેટમાં આગામી વર્ષ માટે મુકાયેલા પ્રોજેકટસ કેટલીક યોજનાઓ અને ખરીદી ખર્ચમાં પણ કયાં વધારા થઇ શકે કે ઘટાડો થઇ શકે તેનો અભ્યાસ કમિટી દ્રારા કરાયો છે અને કેટલાંક પ્રોજેકટમાં ફેરફારો સાથે નવા સૂચનો પણ મુકાયા હોવાનું જાણવા મળે છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકો દ્રારા સર્વાનુમતે આ સુધારા વધારા સાથેના બજેટને લીલીઝંડી અપાશે ત્યારબાદ આ બજેટને ફરી મ્યુનિ.કમિશનરને મોકલી આપવામાં આવશે.
આવતા સાહે મળનારા જનરલ બોર્ડમાં બજેટને મળશે બહાલી
આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી દ્રારા મ્યુનિ. કમિશનરને સુધારા વધારા સાથેનું બજેટ પરત કરવામાં આવશે. આ બજેટનો વહીવટી પાંખ દ્રારા જે સુચનો અને ફેરફારો છે તેનો અભ્યાસ કરાશે. છણાવટ બાદ આ બજેટ શાસકો અને વહીવટી પાંખના સહિયારા પ્રયાસથી આખરી ઓપ સાથે ફાઇનલ થશે. આવતા સાહે તા.૧૭ના રોજ જનરલ બોર્ડ મળનાર છે જેમાં બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવશે.
હવેની સ્ટેન્ડિંગ રામવનમાં યોજવા તૈયારી
રાજકોટ મહાપાલિકાની મહત્વપૂર્ણ ગણાતી અને દર સાહે મળતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અત્યાર સુધી મહાપાલિકાના બિલ્ડીંગમાં સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં મળતી રહે છે. શાસકો દ્રારા આ પધ્ધતીમાં ફેરફાર કરવા કે નવો ચીલો ચાતરવા તરફ પ્રયાસ થઇ રહ્યો હોય તેમ હવેની સ્ટેન્ડિંગ કમિટી રાજકોટ મહાપાલિકા સંચાલિત આજી ડેમ પાસેના રામવનમાં યોજવા માટેની તૈયારીઓ ચાલતી હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech