મવડી ચોકડી પાસે ઓફિસ ધરાવનાર ઓટો બ્રોકર પાસે પ્રસંગનું કહી .૧૩ લાખની કાર ભાડે લઇ ગયા બાદ પંજાબી શખસ પરત નહીં આવતા ઓટો બ્રોકરે આ અંગે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ૪૦ ફુટ રોડ પર ગીરનાર સોસાયટીમાં રહેતા અને મવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયરમાં ઓફિસ ન.ં ૩૧૧ માં આર.જે. કાર રેન્ટ નામે વાહન લે–વેચ ઉપરાંત ગાડી ભાડે આપવાનું કામ કરતા રવી જેન્તીભાઈ ટાંક (ઉ.વ. ૨૫) દ્રારા માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીતેન્દ્રસિંગ ઠાકુરસિંઘ (રહે લેહરારોહી, ફિરોઝપુર, પંજાબ) નું નામ આપ્યું છે જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રવીભાઈએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૧૪નાં મિત્ર સાથે ઓફિસે હતો ત્યારે ત્યા ગ્રાહક તરીકે આવેલા આરોપી જીતેન્દ્રસિંઘ મારે લ પ્રસગં હોવાથી ક્રેટા કાર ત્રણ દિવસ માટે ભાડે જોઈએ છે' કહેતા આરોપીને તેણે ા. ૧૫ હજારનુ ભાડુ કહયુ હતુ.આથી આરોપી સહમત થતા તેના ડોકયુમેન્ટ લઈ ક્રેટા કાર તા. ૧૪૨૨૪ થી તા ૧૭૨૨૪ સુધી ત્રણ દિવસ ા.૧૫ હજારના ભાડે આપી હતી. ત્યારબાદ તા. ૧૭નાં આરોપીને તેના ફોન નંબર પર અવાર–નવાર કોલ કરવા છતા ફોન સ્વીચ ઓફ આવતો હોય અને અત્યાર સુધી કોઈ સંપર્ક નહી થતા અંતે ૧૩ લાખની કિંમતની કાર છેતરપિંડીથી લઇ ગયા અંગે આ ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech