કમરે રમકડું અને હાથમાં બંદૂક સાથે વાયરલ થઇ ઓલિમ્પિક કોરિયન શૂટર

  • August 08, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન સોશિયલ મીડિયા ચેક કરી રહ્યાં હોય તો ઘણા લોકોને ઓલિમ્પિક ગેમ્સમાં 'શાનદાર' ઓલિમ્પિક એથ્લેટ કિમ યેજી વિશે વાત કરતા જોયા હશે. રિપબ્લિક ઓફ કોરિયાની શૂટર કિમ યે જીએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો,  જેમાં તેને ઓલિમ્પિક વિલેજ રૂમમેટ ઓહ યે જિને હરાવી હતી અને 243.2 નો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો.


કિમની તસવીરો સોશિયલ મીડિયા પર આખી દુનિયામાં વાયરલ થઈ હતી. અન્ય એક વસ્તુ જેણે લોકોનું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું તે કિમનું કમર બેન્ડ હતું. તેમાં રમકડાનો હાથી હતો. પરંતુ કોઈ પણ ખેલાડી ઓલિમ્પિકમાં આવું કમરબંધ પહેરીને શું કામ આવે?  એ પછી જાણવા મળ્યું કે કિમને તેની 5 વર્ષની પુત્રી દ્વારા આ રમકડું આપવામાં આવ્યું હતું. જે કદાચ તેની માતાની જીત માટે ઘરે રાહ જોઈ રહી હતી.


દક્ષિણ કોરિયાની શૂટર કિમે ગત મે મહિનામાં માત્ર પાંચ વર્ષ જૂનો રેકોર્ડ જ ન તોડ્યો પરંતુ આ જીત પર તેની શાનદાર પ્રતિક્રિયા આપીને દુનિયાને ચોંકાવી દીધી.


31 વર્ષની ઉંમરે  બ્રેકઆઉટ સ્ટાર શાર્પશૂટરે માત્ર સિલ્વર મેડલ જ જીત્યો ન હતો પરંતુ આ સ્થાન સુધીની તેની સફર સાથે સફળતાના અભૂતપૂર્વ ધોરણો પણ સ્થાપિત કર્યા હતા. ગયા સપ્તાહના અંતે પ્રથમ વખતની ઓલિમ્પિયન કિમ યે-જીએ શાનદાર શૈલીમાં શ્રેણી સંભાળી હતી.

10 મીટર એર પિસ્તોલ કેટેગરીમાં  તેણીએ 241.3 સ્કોર કરવામાં સફળ રહી, જેણે રશિયન શાર્પશૂટર વિટાલિના બત્સારાશ્કીનાના 240.3ના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો. જો કે તેણીની સાથી ઓહ યે જીને તેને 243.2ના સ્કોર સાથે હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને નવો રેકોર્ડ બનાવ્યો.


હાલમાં જ એક મહિલા શૂટરની ક્યૂટ રાઈફલ ચર્ચામાં આવી હતી. આટલી મોટી સ્પોર્ટિંગ ઈવેન્ટમાં રાઈફલ ક્યૂટ હોવાનું સાંભળવું અજીબ લાગે છે.  ચાઈનીઝ રાઈફલ શૂટર ઝાંગ ક્વિઓંગ્યુએ માત્ર પેરિસ ઓલિમ્પિક 2024માં તેની મોટી સિદ્ધિ માટે જ નહીં પરંતુ તેની રાઈફલ પર 'ક્યૂટ' હેલો કીટી સ્ટીકર માટે પણ હેડલાઈન્સ બનાવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News