NDAએ સરકાર રચવાનો દાવો રજૂ કર્યેા

  • June 07, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એનડીએના સાંસદોની આજે બેઠક મળી હતી જેમાં નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા હતા. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા હતા. બેઠક બાદ એનડીએ દ્રારા રાષ્ટ્ર્રપતિને મળીને સરકાર રચવા માટે દાવો કરાયો હતો. મોદી ૯ જૂને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. અગાઉ આ કાર્યક્રમ ૮ જૂને યોજાવાનો હતો. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. તેમાં વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચીને નરેન્દ્ર મોદીએ બંધારણને પ્રણામ કર્યા હતા. તમામ સાંસદોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કયુ હતું. નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે યારે દેશને એનડીએમાં આટલો અતૂટ વિશ્વાસ અને વિશ્વાસ છે ત્યારે દેશની અપેક્ષાઓ પણ વધે તે સ્વાભાવિક છે અને હત્પં તેને સાં માનું છું. મેં અગાઉ પણ કહ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષનું કામ માત્ર ટ્રેલર છે અને આ મારી પ્રતિબદ્ધતા છે. દેશની આકાંક્ષાઓને વધુ ઝડપથી, આત્મવિશ્વાસપૂર્વક અને વ્યાપકપણે પૂર્ણ કરવામાં આપણે એક પણ વિલબં ન કરવો જોઈએ


EVM જીવે છે કે મરી ગયું?
વિપક્ષનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે, ઈવીએમ જીવતુ છે કે મરી ગયું? કારણ કે એ લોકો તૈયાર થઈને બેઠા હતા કે ભારતના લોકતંત્રમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય તેવી તૈયારી કરીને બેઠા હતા. ૪ જૂને ઈવીએમની અસ્થિયાત્રા કાઢવાની તૈયારી કરનારાઓના મ્હો પર તાળા લાગી ગયા છે. ૨૦૨૯માં યારે અમે જઈશુ ત્યારે ઈવીએમ ઉપર વાત કરશે.


દેશને એનડીએ પર ભરોસો
૨૦૨૪નો જનાદેશ એક વાતને વારંવાર સંદેશ આપે છે કે, દેશને આજે માત્રને માત્ર એનડીએ પર જ ભરોષો છે. અતુટ ભરોષો હોય ત્યારે દેશની અપેક્ષા વધે. આ આને અમા કર્તવ્ય માનીશ. ૧૦ વર્ષનુ શાસન ટ્રેલર છે. મા કમિટમેન્ટ છે. તેજી ગતિએ દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં રતીભાર પણ વિલબં નથી કરવો. એનડીએ એટલે ન્યુ ઈન્ડિયા, ડેવલપ ઈન્ડિયા, અમારી પાસે આના માટે રોડમેપ છે"


અમે પરાજિતોનો ઉપહાસ નથી કરતા
એનડીએનો આ મહાવિજય છે. કોશીષ એવી કરાઈ કે આ પરિણામોને સ્વિકારવા નહી, પરંતુ દેશ જાણે છે કે ના અમે હાર્યા છીએ ના અમે હારીશુ. ૪ તારીખ બાદનો અમારો વ્યવહાર એવો છે કે અમે વિજયને પચાવી જાણીએ છીએ. અમારા સંસ્કાર એવા છે કે પરાજીત લોકો પ્રત્યે ઉપહાંસ નથી કરતા


કોંગ્રેસ ૧૦ વર્ષે પણ ૧૦૦ના આંકડે ન પહોંચી

દશ વર્ષ બાદ પણ કોંગ્રેસ ૧૦૦ના આંકડાને નથી સ્પર્શી શકી. ૧૪થી ૨૪ સુધીના ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસને કુલ જેટલી બેઠકો મળી છે તેના કરતા પણ વધુ બેઠકો અમને મળી છે. હવે કોંગ્રેસ તેજ ગતિએ ગર્તામાં ધકેલાશે. ઈન્ડિ એલાયન્સ વાળા પાસે સામાન્ય નાગરિકોની સમજ ધરાવતા નથી.


અમારા માટે સદનના સૌ સભ્ય બરાબર
મોદીએ કહ્યું હતું કે અમારા માટે સદનના સૌ સભ્ય બરાબર છે. રાયસભા હોય કે લોકસભા મારા માટે બધા બરાબરના છે. એનડીએને અમે ઓર્ગેનિક એલાયન્સનું સામથ્ર્ય આપ્યું છે. એકબીજાનો સહયોગ કર્યેા છે. યાં કમ ત્યાં હમ. આ તમામ કાર્યકર્તાઓ કરી બતાવ્યું છે


ભાજપ ઢીલો પડો: સાથી પક્ષોની માગણીઓનું સન્માન કરાશે

ભાજપને પોતાની મેળે બહત્પમતિ ન મળી એટલે સાથી પક્ષોનો ટેકો લેવાની મજબૂરી સરકાર રચતા પહેલા જ દેખાવા માંડી છે. એનડીએના ઘટકપક્ષોએ ભાજપને ન ફાવે તેવી માગણીઓ મુકવા માંડી છે. જેમાં અિવીર યોજનાની સમિક્ષા, સીએએ વગેરે કાયદાઓની સમિક્ષા, બિહાર અને આંધ્રપ્રદેશ રાયોને વિશેષ દરો, કેબિનેટમાં ટીડીપી અને જેડીયુને વધુ સ્થાન વગેરે માગણીઓ મુકાઈ રહી છે. આજે એનડીએની બેઠક પહેલા જ ભાજપે સાથી પક્ષોને મનાવવા માટે જાહેરાત કરી હતી કે, તમામ સાથી પક્ષોની માગણીઓનું સન્માન કરાશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application