ગુજરાત,દાદરા નગર હવેલી, દમણ અને દીવ નિર્દેશાલયના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગમના નેતૃત્વ હેઠળ ગુજરાત નિર્દેશાલયનાં એનસીસી કેડેટ્સ નૌકાયન અભિયાન પર નીકળ્યા છે. સૌરાષ્ટ્રની દરિયાઈ સીમારેખામાં એનસીસી દ્વારા સૌપ્રથમ વખત "સૌરાષ્ટ્ર નૌકાયન" નામના આ અભિયાનનું સંચાલન થશે.
અરબ સાગરમાં પોરબંદર થી દિવ સુધી લગભગ 245 કિલોમીટર સુધીનાં આ અભિયાનમાં 75 એનસીસી કેડેટ્સનો એક સમૂહ જેમાં 36 છોકરીઓ અને 39 છોકરાઓ સામેલ છે તેઓ 21 ફેબ્રુઆરી થી એક માર્ચ 2024 સુધી 10 દિવસની સમય મર્યાદામાં આ પડકાર જનક સાહસ ને ઉત્સાહપૂર્વક સંપન્ન કરશે.
ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સમર્થિત નૌકાદળ એનસીસીની 27 ફૂટ ડ્રોપ કીલ વ્હેલર નૌકાઓ આ અભિયાનમાં ભાગ લઈ રહી છે.
ગુજરાત નૌસેના ક્ષેત્રના ફ્લેગ ઓફિસર રીયલ એડમિરલ અનિલ જગ્ગીએ કેડેટ્સને ઉત્સાહિત કરવા પ્રેરક સંબોધન કરીને 21 ફેબ્રુઆરી 2024 ના રોજ ઓપચારિક રૂપથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાનનું કેન્દ્રબિંદુ એ જળ વિસ્તાર છે કે જ્યાં આઈએનએસ ખુકરી પર સવાર સાહસી શહીદોએ 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની સબમરીનનો સામનો કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું .
આઈએનએસ ખુકરી દીવના સમુદ્ર તરફથી 40 નોટિકલ માઈલ દુર જળસમાધિ લીધી હતી, જેમાં 18 અધિકારીઓ અને 176 નાવિકોની પ્રાણોની આહુતિ અપાઈ હતી. આ જહાજના તત્કાલીન કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા, મહાવીર ચક્ર (મરણોપરાંત) એ નૌકાદળની ઉચ્ચતમ પરંપરાઓને જાળવી અને અદમ્ય સાહસ દાખવીને પોતાના જહાજને સમુદ્રમાં ગરકાવ કરવાનો નિર્ણય લીધો હતો.
આ અભિયાનનો ઉદ્દેશ્ય એનસીસીના કેડેટ્સમાં અનુશાસન, નેતૃત્વ અને એકતાના મૂલ્યો સ્થાપિત કરી તેમને દરિયાઈ સૃષ્ટિ થી પરિચીત કરાવવાનો પણ છે. સ્થાનિકોના સહયોગથી આ અભિયાન અંતર્ગત એનસીસી કેડેટ્સ મહિલા સશક્તિકરણ, પુનિત સાગર સ્વચ્છતા અભિયાન , જલ સંરક્ષણ અને મતદાન અધિકાર જેવા અલગ અલગ વિષયો પર સામાજિક જાગૃતિ લાવવા નુક્કડ નાટક અને રેલીઓ પણ યોજશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech