મહારાષ્ટ્ર્ર સરકારે ગાયને 'રાજય માતા' જાહેર કરી

  • September 30, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્ર્ર સરકારે આજે એક આદેશ જારી કરીને ગાયને રાયની માતા જાહેર કરી છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે સરકારે નક્કી કયુ છે કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ગાયનું મહત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ વપરાશ માટે યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ, ગૌમૂત્ર અને સજીવ ખેતી પદ્ધતિના મહત્વને ધ્યાનમાં લઈને હવેથી ગાયને રાયની માતા તરીકે જાહેર કરવામાં આવી રહી છે.
ભારતમાં ગાયને માતાનો દરો આપવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં તેની પૂજા કરવાની પરંપરા છે. આ સિવાય તેનું દૂધ, મૂત્ર અને છાણ પવિત્ર માનવામાં આવે છે અને તેનો ભરપૂર ઉપયોગ પણ થાય છે. ગાયનું દૂધ માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, યારે ગૌમૂત્રથી ઘણી બીમારીઓ દૂર કરવાનો દાવો કરવામાં આવે છે.
આયુર્વેદ કહે છે કે બાળકોને ગાયનું દૂધ પીવડાવવાથી તેમનો વિકાસ સુધરે છે અને બાળકો શાંત સ્વભાવના હોય છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગાયમાં તમામ દેવી–દેવતાઓનો વાસ છે. પ્રાચીન ઈતિહાસમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગાયોની સેવા કરી હતી. ગાયને રાષ્ટ્ર્રમાતા જાહેર કરવા માટે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે.
ગાયને રાજયની માતાનો દરો આપવાનો મામલો એવા સમયે સામે આવ્યો છે યારે રોજેરોજ ગૌહત્યા અને ગૌહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
રાજય સરકારો આ બાબતે સજાગ છે, પરંતુ આવા મામલાઓને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી. યુપીમાં આજે જ ગૌહત્યાના બે મામલા સામે આવ્યા છે. ઉન્નાવમાં ગાયના હત્યારા મહતાબ આલમને પોલીસે ગોળી મારી દીધી છે. સીએમ યોગીની સૂચના બાદ સમગ્ર રાયમાં કડકાઈ લાગુ કરવામાં આવી રહી છે. મિર્ઝાપુરમાં ગૌહત્યાની ફરિયાદ મળ્યા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ચોકીના ઈન્ચાર્જ સહિત ૧૦ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એસએચઓ વિદ્ધ પણ તપાસ ચાલી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application