પોરબંદરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકનુ આયોજન કરવામાં આવતા ધારાસભ્યએ દોઢ ડઝન જેટલા પ્રશ્ર્નોનુ નિરાકરણ કરવા માંગ કરી હતી અને અધિકારીઓને તે અંગેનુ જરી માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ.
જિલ્લા કલેકટર એસ . ડી.ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી પોરબંદર ખાતે જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાણીયાએ રામબા ગ્રેજ્યુએટ ટીર્ચસ- આર.જી.ટી. કોલેજ કંમ્પાઉન્ડમાં ઇન્ડીયન કોસ્ટ ગાર્ડએ મુકેલ ગેઇટ બંધ કરાવવા અંગે.પોરબંદર જુનાગઢ એગ્રીકલ્ચર યુનર્વિસીટી સાથે સંલગ્ન કૃષિ કોલેજ ખાપટને વધારાની જમીન ફાળવવા બાબત,ગુજરાત મેરીટાઇમ ર્બોડના બોખીરા પાસે ૮ એન.એચ. ૮ ઇ.( ઇ.એકસ.ટી.એન) જુના બાયપાસથી સુભાષનગર જેટી સુઘીના એપ્રોચ રોડને ફોરલેન કરવા બાબત,પોરબંદર રોકડીયા હનુમાન-ખાપટ-કોલીખડા રસ્તા પરના દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરી પાણીના નકાલ માટે ગટરો બનાવવાસહિતનાં પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
વધુમાં ધારાસભ્યએ એરપોર્ટના હવાઈ પટ્ટીના વિસ્તરણ, પોરબંદર નગરપાલિકામાં સુભાષનગર વિસ્તારના રાવરાહક બાબતે,ગોઢાણા નેસને જ્યોતિગ્રામ યોજનામાં સમાવવા, માધુપુર મેળાની સ્ટોલ અને મનોરંજનના ભાડાની આવક ખર્ચ રકમ બાદ કરતાં વધારાની રકમ માધવપુર ગ્રામ પંચાયતને મળવા અંગે, બરડા સાગર ડેમની પેરા ફેરીમાં મીયાવાકી કે ફોરેસ્ટ ડેવલપ કરવા, જૂની નગરપાલિકા શિતલા ચોકમાં અર્બન હેલ્થ સેન્ટર ખસેડવા, બોખીરાને જોડતા જુના પુલનું રીપેરીંગ કરી નાના વાહનો માટે ઉપયોગ, વિસાવાડા, ગોઢાણા અને મિયાણી ગામના વધારાના ગામતળ નીમ કરવા, પોરબંદર શહેરમાં બાકી રહેલા પીવાના પાણી, રસ્તા અને ગટરના કામો વહેલી તકે પૂર્ણ કરાવવા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં વીજ કનેક્શન આપવા, પોરબંદર તાલુકાનાં ખાપટ ૬૬ કે.વી બાંધકામ અંગે, નલ સે જલ બાકી કામો પૂર્ણ કરવાં, સર્વિસ રોડ બનાવવા સહિતના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું હતુ. સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી કાર્યવાહીની વિગતો મેળવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિઓના પ્રશ્ર્નો નિરાકરણ કરીને તેમને સમયસર જાણ કરવા તેમજ સત્વરે નિરાકરણ લાવે તે દિશામાં કામ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. અને વધુમાં તેમણે વિવિધ પ્રશ્ર્નો નિરાકરણ બાબતે અધિકારીઓને માર્ગદર્શિત કર્યો હતાં.
આ સંકલનમાં જનપ્રતિનિધિઓનાં રેફરન્સ પત્રની વિગત વેરા વસૂલાત, આરટીઆઇની અરજીઓના નિકાલ, સી એમ ડેશ બોર્ડમાં કે.પી.આઇ રિપોર્ટ-સી ભરવા, સરકારી લેણાંની વસુલાત, સહિતના વિવિધ પ્રશ્ર્નો રજૂ કરાયા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ,જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી પારસ વાંદા, જિલ્લા પુરવઠા અધિકારી હેતલ જોષી સહિતના વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech