ઉપલેટામાં ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માગ ઉઠાવી

  • April 05, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર વિરોધનો વંટોળો ઉડ્યા બાદ આ વિરોધના ઘેરા પડઘા ઉપલેટા પંથકમાં પડ્યા છે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાંથી ટિકિટ રદ કરવાની માંગ ઉઠી છે. ગઈકાલે મામલતદારને સંબોધીને ઉપલેટા ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે દિનકક્ષાની રોટી-બેટીના વેવાર જેવી ટિપ્પણી કરતાં સમગ્ર ક્ષત્રિય સમાજ ખળભળી ઉઠ્યો છે. તેમાં પણ મહિલાઓ દ્વારા ખાસ વિરોધ નોંધાવ્યો છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ પોતાના ઉમેદવાર બદલે અને આચારસંહિતા હેઠળ રૂપાલાની ઉમેદવારી વિરોધ નોંધાવી ઉમેદવાર બદલવા માંગ કરી હતી. આ તકે ક્ષત્રિય સમાજ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્થાનિક પત્રકારોને જણાવેલ કે અમારો કોઈ પાટીદાર કે અન્ય સમાજ સામે વાંધો નથી પણ અમારી માં-બહેન વિશે ટિપ્પણી કરનાર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે વાંધો છે ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભા બઠક ઉપર રૂપાલા સિવાય કોઈપણ વ્યક્તિને ઉમેદવારી કરાવે તો તેનું અમો સમર્થન કરશું પણ રૂપાલાનો વાંધો યથાવત રહેશે. આ આવેદન આપવા જયદેવસિંહ વાળા (ગધેથર), રાજભા ઝાલા (ઉપલેટા), બટુકસિંહ જાડેજા (ઉપલેટા), ચંદુભા ચુડાસમા, વજુભા જાડેજા, જયદેવસિંહ જાડેજા (ભાંખ), જયદીપસિંહ વાળા, વનરાજસિંહ વાળા (રાજપરા), ભરતસિંહ ચુડાસમા (ગઢાળા), ગોપાલસિંહ ચુડાસમા (ભિમોર), યુવરાજસિંહ ચુડાસમા (નિલાખા), ગજુભા જાડેજા (ભાંખ), વનરાજસિંહ ચુડાસમા-ખાખીજાળિયા, હિતુભા ચુડાસમા (ખાખી જાળિયા), બાબજી ચુડાસમા (લાઠ), દાનભા ચુડાસમા (મજેઠી), હેમતસિંહ જાડેજા (અખિલ રાજપુત સમાજ ઉપલેટા-પ્રમુખ) સહિતના આગેવાનો જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application