પાંચ જવાનનો ભોગ લેનાર કઠુઆ આતંકવાદી હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી

  • July 09, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગઈકાલે ભારતીય સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. હવે કઠુઆ આતંકી હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને લીધી છે. આતંકવાદી સંગઠન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓએ એમ4 એસોલ્ટ રાઈફલ્સ, ગ્રેનેડ અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

આતંકવાદી સંગઠને આગામી દિવસોમાં વધુ હુમલા કરવાની વાત પણ કરી છે. કાશ્મીર ટાઈગર્સ નામના આતંકવાદી સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે આ હુમલો 26 જૂને ડોડામાં માયર્િ ગયેલા ત્રણ આતંકવાદીઓના મોતનો બદલો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ઓચિંતા હુમલામાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા અને 5 જવાનો ઘાયલ થયા હતા.

આતંકીઓ સાથે ભારતીય સેનાનું એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, શરૂઆતી હુમલા બાદ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી  કરી, પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા.
સૈન્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હુમલો કઠુઆથી 150 કિલોમીટર દૂર લોહાઈ મલ્હાર સ્થિત બદનોટા ગામમાં થયો હતો. તેમણે જણાવ્યું કે સેનાના કેટલાક વાહનો આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન આતંકીઓએ કાફલા પર હુમલો કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, સૈન્ય વાહન પરના આ આતંકવાદી હુમલા પછી, આ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને બિલવર તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ પણ દરેક વાહનોનું ચેકિંગ કરી રહી છે.

કાશ્મીર ટાઈગર્સ કોણ છે?
સેના પરના હુમલાની જવાબદારી ’કાશ્મીર ટાઈગર્સ’ નામના આતંકી સંગઠને લીધી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 4 નવા આતંકવાદી સંગઠનો બન્યા છે. આમાંથી એક કાશ્મીર ટાઈગર્સ છે. અન્ય ત્રણ આતંકવાદી સંગઠનો રેઝિસ્ટંટ ફોર્સ, પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફોર્સ અને લશ્કરે મુસ્તફા છે. આ આતંકવાદી સંગઠનની શરૂઆત જૈશ-એ-મોહમ્મદના ભૂતપૂર્વ આતંકવાદી મુફ્તી અલ્તાફ ઉર્ફે અબુ ઝર દ્વારા કરવામાં આવી હતી. મુફ્તી અલ્તાફ જમ્મુ-કાશ્મીરના અનંતનાગના છે. આતંકી સંગઠન બનાવ્યા બાદ મુફ્તી અલ્તાફે એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે, ’તેની પાસે ઘણા આતંકવાદીઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News