૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ રજૂ થનારા સામાન્ય બજેટની તૈયારીઓ શ થઈ ગઈ છે. આ વખતે સરકાર ઈન્કમ ટેકસ પર ખાસ નજર રાખી રહી છે અને તેમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય આવકવેરા કાયદા અને કસ્ટમ્સ કાયદામાં ફેરફાર કરીને તેના કાયદાને સરળ બનાવવાનો છે, જેથી વિવાદોને અટકાવી શકાય અને તેને દેશના નવા મહેસૂલ માળખા અનુસાર બનાવી શકાય.
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા અઠવાડિયે નાણા મંત્રાલયના તમામ સચિવો સાથે ૨૦૨૫ના બજેટમાં સુધારાને લઈને બેઠક યોજી હતી. જેમાં બે પ્રકારના ટેકસ કાયદાની ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સરકારનો ઉદ્દેશ્ય આવકવેરા કાયદાની સમીક્ષા કરવાનો અને તેમાં સુધારો કરીને તેને સરળ બનાવવાનો છે.
સરકારે ૨૦૨૪ માં રજૂ કરેલા બજેટમાં પહેલેથી જ સંકેત આપ્યો હતો કે આવકવેરા કાયદાની સમીક્ષા કરવામાં આવશે અને તેની જટિલતાઓને દૂર કરવા પર ચર્ચા કરવામાં આવશે. આ કામ માટે ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસ વીકે ગુાના નેતૃત્વમાં ૨૨ વિશેષ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિ ભારતીય કરવેરા કાયદાને વૈશ્વિક કાયદાની સમકક્ષ બનાવવા અંગે પોતાનો અહેવાલ આપશે. રિપોર્ટના આધારે કાયદામાં ફેરફાર કરવામાં આવશે અને તેને આંતરરાષ્ટ્ર્રીય સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવશે. તેનો હેતુ સરકારની આવકમાં વધારો કરવાનો છે અને તેના અનુપાલનને સરળ બનાવવાનો પણ છે.
આવકવેરા પર રચાયેલી સમિતિઓ ઉપરાંત નાણા મંત્રાલયે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા છે. આ માટે ૬ ઓકટોબરે એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના પર અત્યાર સુધીમાં ૬,૫૦૦થી વધુ સૂચનો મળ્યા છે. અધિકારીનું કહેવું છે કે અમારો ઉદ્દેશ્ય આવકવેરા કાયદાને સરળ બનાવવા અને તેને કરદાતા માટે અનુકૂળ રાખવાનો છે. એવું માનવામાં આવે છે કે ફેરફાર ૨૦૨૫ના પહેલા કવાર્ટરથી જ શ થશે.
સરકારનું બીજું સૌથી મોટું લય કસ્ટમ ડુટીમાં સુધારો કરવાનું છે. બજેટ ૨૦૨૪માં પણ આની જાહેરાત કરવામાં આવી છે. ફેરફારો હેઠળ, ટેરિફ માળખું સરળ બનાવવામાં આવશે અને આયાત ડુટીમાં લીકેજને પણ અટકાવવામાં આવશે. આ સિવાય સરકારનો ઉદ્દેશ્ય કસ્ટમ ડૂટીને લઈને ચાલી રહેલા વિવાદોનો ઉકેલ શોધવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech