ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-૨ ડેમનાં દરવાજા બદલવાનું કામ યાંત્રિક વિભાગ દ્વારા હાથ ધરવામા આવેલ છે. તારીખ ૦૬/૦૪/૨૦૨૪ રોજ જળાશયનું આર.એલ ૬૪.૯૪ મીટર, ઉંડાઈ ૨.૫૨ મીટર તથા જીવંત જથ્થો ૪.૨૬૫ એમ.સી.યુ.એમ. છે.
ઉપરોક્ત જણાવેલ કામગીરી સબબ ડેમનાં દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે.
સરકારના -૨ યોજના/૨૬૦૫થી અનુમતી આપવામાં આવેલ છે, જે અન્વયે તારીખ ૦૭/૦૪/૨૦૨૪ના રોજ ૧૮:૦૦ કલાકે ડેમનાં ૦૨ દરવાજા ૦.૩૦ મીટર ખોલવામાં આવશે. જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧૩૭૬.૬૪ ક્યુસેક હશે.
જેથી હિરણ-૨ જળાશયનાં હેઠવાસમાં આવતા ગામોનાં લોકોને નદીનાં પટમાં અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર ન લઈ જવા (હાઈ એલર્ટ) સંપુર્ણ સતર્ક રહેવા સુચના અપાઈ જવા વિનંતી છે.
હિરણ-૨ જળાશય હેઠળનાં ગામોનાં નામ
તાલાળા તાલુકા:- ૧) ઉમરેઠી, ૨) માલજીજીંજવા, ૩) સેમરવાવ વેરાવળ તાલુકા:- ૧) ભેરાળા, ૨) મંડોર, ૩) ઈશ્વરીયા, ૪) ઈન્દ્રોઈ, ૫) નાવદ્રા, ૬) સોનારીયા, ૭) સવની, ૮) બાદલપરા, ૯) મીઠાપુર, ૧૦) કાજલી, ૧૧) પ્રભાસ પાટણ હિરણ ડેમ ઉપરના અધિકારી પીઠીયા એ જણાવેલ કે આ ડેમ બન્યા બાદ ૧૯૮૨માં પ્રથમવાર ભરાયો હતો અને ત્યારબાદ આ ડેમના દરવાજા બદલવા આવેલ નથી અને લાંબા સમય થતાં આ દરવાજા ધીમે ધીમે ડેમેજ જયેલ જેથી બદલવા જરૂરી હતા જેથી ડેમ ઉપરના સાત દરવાજા નવા બદલવામા આવશે અને તેના માટે અમુક લેવલ નુ પાણી ખાલી કરવા માટે બે દરવાજા ખોલવામાં આવેલ છે આ પાણી નીકળવા છતાં પાણીનો જથ્થો અનામત રહેશે અને જુન સુધી પીવાનુ પાણી મળી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમને માત્ર રાજકુમારની પત્ની તરીકે ઓળખાવું નહી ગમે અભિનેત્રી પત્રલેખાએ જણાવી દિલની વાત
May 10, 2025 12:03 PMભારતીય સેનાને વખાણવા બદલ સેલિના જેટલીને મળી ધમકી
May 10, 2025 11:57 AMથીમ ગમી જાય તો સની સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ ફિલ્મ સાઇન કરી લે
May 10, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech