મહેસુલ પંચના ચેરમેનને કામથી અળગા કરી દેવા હાઈકોર્ટ દ્રારા સરકારને આદેશ

  • September 11, 2024 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજયના મહેસુલ પંચની કામગીરીમાં વિરોધાભાસી નિર્ણયો લેવા બદલ ગુજરાત હાઇકોર્ટ દ્રારા ચેરમેન ડી.આર. પટેલને કામગીરીથી અળગા કરી દેવા રાય સરકારને ફરમાન કરવામાં આવ્યું છે.આ નિર્ણય થી લોઅર જયુડિશિયરી મા ફફડાટની લાગણી ફેલાય છે.
હાઇકોર્ટે દવારા ગુજરાત રેવન્યૂ ટિ્રબ્યુનલમાં જયુડિશિયલ મેમ્બર તરીકે નિયુકત ચેરમેનને તાત્કાલિક અસરથી કાર્યવિમુખ કરવાનો આદેશ કરવા સાથે ચેરમેન પાસેથી તમામ ન્યાયિક અને વહીવટી કામ તત્કાલ અસરથી પરત ખેંચી લેવા પણ સરકારને હત્પકમ કરતા ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલામાં રાય સરકાર દ્રારા અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી જીઆરટીના ચેરમેનને વહીવટી રજા પર ઉતારી મૂકવા પણ રાય સરકારને હત્પકમ કકવામા આવયો છે.
રાયના મહેસૂલ કાયદાને લગતી બાબતોના વિખવાદમાં કલેકટરના નિર્ણય કે હત્પકમ સામે ગુજરાત રેવન્યૂ ટિ્રબ્યુનલમાં અપીલ થઇ શકે છે. પ્રસ્તુત કેસમાં એક જ હત્પકમને પડકારતી અરજીઓમાં વિરોધાભાસી અને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને નેવે મૂકીને વિવાદીત નિર્ણયો લેવાયા હોવાનું હાઇકોર્ટના ધ્યાન પર આવતા હાઇકોર્ટે ગુજરાત રેવન્યૂ ટિ્રબ્યુનલના ચેરમેનના વલણને લઇ ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને તેમને તાત્કાલિક અસરથી કામગીરીથી વિમુખ કરી દેવા ફરમાન કયુ હતું.
ઉપરાંત, હાઇકોર્ટે ગુજરાત રેવન્યૂ ટિ્રબ્યુનલ દ્રારા જારી કરાયેલા વિવાદીત હત્પકમોને પણ ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યા હતા. બીજી તરફ, હાઇકોર્ટના આકરા વલણને પગલે રાય સરકાર તરફથી અદાલતને ખાતરી અપાઈ હતી કે, આ પ્રકરણમાં સરકાર દ્રારા ઉચ્ચ કક્ષાએથી આઠ સાહમાં જીઆરટીના ચેરમેનને લઇ નિર્ણય લેવાઇ જશે.
હાઇકોર્ટે રાય સરકારને ગુજરાત રેવન્યૂ ટિ્રબ્યુનલના ઇન્ચાર્જ ચેરમેનના કિસ્સામાં યોગ્ય નિર્ણય લઇ અદાલતને જાણ કરવા પણ હત્પકમ કર્યેા હતો. વધુમાં, હાઇકોર્ટે ગઇકાલે દિવસ પૂર્ણ થતાં સુધીમાં જ જીઆરટીના ચેરમેનને આ હત્પકમની જાણ કરી તેમને કામગીરીથી વિમુખ કરવાનો અને તત્કાલ અસરથી વહીવટી રજા પર ઉતારી દેવાનો હત્પકમ કરતાં તેની તાત્કાલિક બજવણી અને અમલવારી પણ કરાઇ હતી. જેને પગલે જીઆરટીના ચેરમેનને ગઇકાલે જ ચાલુ સુનાવણી દરમ્યાન તેઓ યારે કોઇ મેટરનું હીયરિંગ કરી રહ્યા હતા ત્યારે જ તેમને હાઇકોર્ટના હત્પકમની જાણ કરી તાત્કાલિક રીતે ડાયસ પરથી ઉતારી દેવાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application