મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બાવળિયાળી ઠાકરધામમાં ભરવાડ સમાજની બહેનોના હત્પડો રાસે સર્યેા વિક્રમ

  • March 21, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર–ધોલેરા માર્ગ પરના તીર્થસ્થાન નગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હત્પડો રાસે વિક્રમ સર્યેા હતો. બાવળિયાળી ઠાકરધામમાં  રામબાપુનાં નેતૃત્વ સાથે ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે કલાકારોની ઉપસ્થિતિમાં અનોખો સાંસ્કૃતિક ઉપક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલ હત્પડો રાસે વિક્રમ સર્યેા હતો. તીર્થસ્થાન  નગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં ૭૫ હજાર જેટલી મહિલાઓએ  પરંપરાગત વેશભૂષામાં કલાકારોનાં ઢોલ સંગીત અને ગાન સાથે હત્પડો રાસ પ્રસ્તુત કર્યેા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપણી જગ્યા દ્રારા ધર્મ અને સંસ્કૃતિનાં આ આયોજનને બિરદાવ્યું હતું.  સરકાર દ્રારા પણ આપણાં ધર્મસ્થાનો સાથે સવાગી વિકાસ માટે નક્કર અને સફળ આયોજનો થઈ રહ્યાનું જણાવી, આપણી ધર્મ સંસ્થાઓનો સહયોગ મળી રહ્યાનો રાજીપો વ્યકત કર્યેા હતો. મહતં  રામબાપુનાં નેતૃત્વ સાથે  રાજેન્દ્રદાસજી મહારાજ અને જગ્યાનાં અગ્રણીઓ સાથે ધારાસભ્ય  જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સંસ્કૃતિનું અનોખું દર્શન રજૂ થયું હતું. આ પ્રસંગે ભવાનભાઈ ભરવાડે સ્વાગત સાથે પ્રાસંગિક વાત કરી હતી. મુખ્યમંત્રી  અને મહાનુભાવોએ પ્રથમ મંદિર સ્થાનમાં દર્શન કરી હત્પડો રાસ સ્થળ ઉપર પહોંચ્યા હતાં. જયાં માલધારી પરિધાન વડે તેઓનું અભિવાદન થયું હતું. કાર્યક્રમનાં સંચાલનમાં નરેશ મહેતા રહ્યાં હતાં. ભાવનગર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને બહારથી મહેમાનો અને ભાવિકો મોટી સંખ્યામાં અહીંના ધર્મ ઉત્સવમાં સહભાગી બન્યાં છે. આ પ્રસંગે દાતા  નવઘણભાઈ મીરના સંકલ્પ સાથે આકાશમાંથી પુષ્પવૃષ્ટ્રિ પણ કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News