ઇન્ફોસિસને આપેલી રૂ,.32,403 કરોડની જીએસટી નોટિસ કર્ણાટક સરકારે પાછી લીધી

  • August 02, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસને કથિત કરચોરીના મામલામાં મોટી રાહત મળી છે. કણર્ટિક સરકારે કંપ્નીને મોકલેલી રૂ. 32,403 કરોડની નોટિસ પાછી ખેંચી લીધી છે. ટેક જાયન્ટ દ્વારા આજે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી શેર કરવામાં આવી છે. ઇન્ફોસિસ આ નોટિસ માટે સમાચારમાં હતી અને ગતરોજ તેના દ્વારા સ્પષ્ટતા જારી કરવામાં આવી હતી.
ગુરુવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, ઇન્ફોસિસે જણાવ્યું હતું કે કંપ્નીને કણર્ટિક રાજ્ય સત્તાવાળાઓ તરફથી એક સંદેશ મળ્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને મોકલવામાં આવેલી શો નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. કંપ્નીને એક દિવસ પહેલા જ રૂ. 32,403 કરોડની જીએસટી ડિમાન્ડ નોટિસ મળી હતી અને જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) ના ડાયરેક્ટર જનરલે આ અંગે જવાબ માંગ્યો હતો.
રિપોર્ટ અનુસાર ટેક્સ ચોરીનો આ મામલો જુલાઈ 2017 થી 2021-2022 સુધીનો છે. આરોપ છે કે આ સમયગાળા દરમિયાન ઇન્ફોસિસે તેની વિદેશી શાખાઓ પાસેથી સર્વિસ મેળવી હતી પરંતુ તેના પર રૂ. 32,403 કરોડનો ટેક્સ ચૂકવ્યો ન હતો. ટેક્સ દસ્તાવેજમાં જણાવાયું છે કે ઇન્ફોસિસ, રેસીપિયન્ટ ઓફ સર્વીસિસ તરીકે, સેવાઓની આયાત પર આઇ જીએસટી ની ચુકવણી ન કરવા બદલ તપાસ હેઠળ છે.ડીજીજીઆઇ તરફથી મળેલી આ નોટિસને કારણ બતાવો પહેલાની નોટિસ ગણાવીને ઈન્ફોસિસે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે નિયમો અનુસાર આવા ખર્ચ પર જીએસટી લાગુ પડતો નથી. ઇન્ફોસિસના જણાવ્યા અનુસાર, જીએસટી કાઉન્સિલની ભલામણો પર સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, વિદેશી શાખાઓ દ્વારા ભારતીય એન્ટિટીને પૂરી પાડવામાં આવતી સેવાઓ જીએસટીને આધીન નથી. જીએસટી ચુકવણી આઇટી સેવાઓની નિકાસ સામે ક્રેડિટ અથવા રિફંડ માટે છે.કંપ્નીને નોટિસ મળ્યાના સમાચારની અસર સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ઈન્ફોસિસ શેર પર જોવા મળી હતી. રૂ. 7.67 લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી આઇટી કંપ્નીનો શેર સવારે 9.15 વાગ્યે રૂ. 1856ના સ્તરે ખૂલ્યો હતો અને બજાર બંધ થયું ત્યાં સુધીમાં તે ઝડપથી ઘટીને રૂ. 1.10 ટકાના ઘટાડા સાથે રૂ. 1,847.65 પર બંધ થયો હતો.
નોંધનીય છે કે તાજેતરમાં ઇન્ફોસિસે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કયર્િ હતા, જેમાં ઇન્ફોસિસનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7.1 ટકા વધીને રૂ. 6,368 કરોડ થયો હતો અને કામગીરીમાંથી આવકમાં પણ ઉછાળો આવ્યો હતો જે રૂ. 39,315 કરોડ નોંધાયો હતો. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં, આવકમાં 3.6 ટકાનો વધારો થયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application