ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્રારા વિધા સહાયકની ભરતી દરમિયાન ઉમેદવારો પાસે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શ કરવામાં આવી છે રાયભરની તમામ શાળાઓમાં ભાષા મુજબના શિક્ષકોની કેટલી જગ્યા ખાલી છે તેની વિગતો મંગાવવામાં આવી છે રાય સરકાર સમક્ષ છેલ્લ ા ઘણા સમયથી ભાષા શિક્ષકોની ભરતીને લઈને માગણી કરવામાં આવી રહી હતી પરંતુ ભાષા શિક્ષકોના મામલે સરકાર કોઈ પ્રકારના પ્રતિભાવ આપતી ન હતી પરંતુ અચાનક જ ડહાપણની દાઢ ઊગી હોય તેમ રાયના શિક્ષણ વિભાગ દ્રારા તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી ભાષાનો શિક્ષકનું મહેકમ કેટલું મંજૂર કરવામાં આવ્યું છે અને કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો માંગવામાં આવી છે.
હાલ વિધા સહાયકોની ભરતીની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ટેટ અને ટાટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવ્યા હતા. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને તેને જિલ્લ ાના સ્વિકાર કેન્દ્ર ખાતે જમા પણ લેવામાં આવ્યા છે. ત્યારે વિધાસહાયકની ભરતી માટે ઓનલાઇન આવેલા ઉમેદવારાનો ફોર્મના આધારે મેરીટ યાદી તૈયાર કરીને આગામી સમયમાં શાળા પસંદગી સહિતની કામગીરી હાથ ધરાય તેવી શકયતા છે. તેની વચ્ચે રાયના શિક્ષણ વિભાગ દ્રારા રાયભરની તમામ પ્રાથમિક શાળાઓમાંથી (ધોરણ–૬થી ૮) ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના શિક્ષકોનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે. મંજુર મહેકમના આધારે હાલમાં કેટલા શિક્ષકો ફરજ બજાવે છે. ઉપરાંત કેટલા ભાષા વિષયના શિક્ષકોની જગ્યાઓ ખાલી તેની વિગતો રાયભરના તમામ જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી પાસેથી માંગવામાં આવી છે. જોકે ભાષાના શિક્ષકોની મહેકમ મુજબ ખાલી અને ભરેલી સંખ્યાની વિગતો શિક્ષણ વિભાગના ગુગલ શીટમાં મોકલવાની રહેશે તેવો ઉલ્લ ેખ આદેશમાં કરવામાં આવ્યો છે. રાયના શિક્ષણ વિભાગ દ્રારા વિધાસહાયકની ભરતી અંતર્ગત નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન ફોર્મ મગાવવામાં આવ્યા છે. ત્યારે સ્કૂલોમાં ભાષાની શિક્ષકોની જગ્યા અંગે માહિતી મગાવાઇ છે.
રાયના શિક્ષણ વિભાગ વિધાસહાયકની ભરતી નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન ફોર્મ મગાવવામાં આવ્યા છે. તેની વચ્ચે રાયભરની અપર પ્રાથમિક શાળાઓ (૬થી૮)માં મહેકમ મુજબ ભાષાના શિક્ષકોની કેટલી જગ્યાઓ છે અને કેટલી જગ્યાઓ ખાલી તેની વિગતો મંગાવવામાં છે. આથી ભાષાના વિધાસહાયકની ભરતીમાં વધારો થાય તેવી શકયતા રહેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech