સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં  દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) બેઠક યોજાઇ

  • December 25, 2024 12:14 PM 

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં  દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) બેઠક યોજાઇ

સાસંદએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સંલગ્ન વિભાગના અધિકારીઓ જરૂરી સૂચનો કર્યા

જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવા માટે દિશા મોનીટરીંગ સમિતિ પ્રેરણારૂપ - સાંસદ પૂનમબેન માડમ


દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં  ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી. 

આ બેઠકમાં સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓ અને તેમના અમલીકરણની માહિતી મેળવી અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

સાંસદએ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (MGNREGA), દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, મીડ ડે મિલ સ્કીમ, નેશનલ હેરીટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલ મિશન ફોર રીજુવીનેસન એન્ડ-અર્બન ટ્રાન્સફોર્મેશન, નેશનલ રૂરલ ડ્રીન્કિંગ વોટર પ્રોગ્રામ, ડીજીટલ ઈન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, સંકલિત ઉર્જા વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એલ.પી.જી.કનેક્શન ટુ બી.પી.એલ. ફેમિલીઝ, રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડિઝીટલ ઈન્ડીયા – પબ્લિક ઈન્ટરનેટ એક્સેશ પ્રોગ્રામ – પ્રોવાઈડીંગ કોમન સર્વિસ સેન્ટર વન ઈચ ગ્રામ પંચાયત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીલેટેડ પ્રોગ્રામ લાઈક ટેલીકોમ, રેલવેસ, હાઈવેસ, વોટરવેસ, માઈન્સ વગેરે(રાજકોટ રેલ્વે, ભાવનગર રેલ્વે, બી.એસ.એન.એલ.નેશનલ હાઈવે), પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, ઈ-રાષ્ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતની યોજનાઓમાં હાલ કેટલા કામો પૂર્ણ થયા છે,  હાલ કેટલા કામ પ્રગતિ હેઠળના તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તથા બેઠકમા લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવાય તે માટે સાંસદએ સૂચન કર્યુ હતું. 


આ તકે સાંસદએ જિલ્લાના વિકાસ માટેના પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન સાધીને ત્વરિત નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના પથ પર અગ્રેસર રહેવા આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. જેના પરિણામે નાગરિકોના  પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તેમજ જન સુખાકારી અને જિલ્લાનો  સર્વાંગી વિકાસ શક્ય બને. કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોચાડવા  સાંસદએ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.


બેઠકમાં સાંસદએ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, જિલ્લામાં શિક્ષકોની ઘટ અંગે, પાણી પુરવઠો નિયમિત કરવા, ટ્રેનના સ્ટોપેજ અંગેની લોકોની રજૂઆતો, વીજ કનેક્શન આપવા, રોડ-રસ્તાઓ, અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક આપવા અંગે વિવિધ મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરી લોક માંગણીઓને ગંભીરતા પૂર્વક ધ્યાનમાં લઈ પડતર પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા જરૂરી સૂચના આપી હતી.


આ બેઠકમાં કલેકટર જી.ટી.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર  ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, જિલ્લા પંચાયતના ચેરમેનઓ તથા સદસ્યઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિતના આગેવાનો તથા ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યોઓ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application