પતંગની સાથે ધોકા–પાઇપ ઉડયા: મારામારીના ડઝનેક બના

  • January 15, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકરસંક્રાતી પર્વ પર આકાશમાં પતંગની સાથે ધોકા–પાઇપ પણ ઉડયા હતાં.તહેવાર દરમિયાન સામાન્ય મારામારીથી રાયોટીંગ સહિતના ૧૨ થી વધુ બનાવો બન્યા હતાં.મારામારીના બનાવોને લઇ પોલીસ સતત દોડતી રહી હતી.
મારામારીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, મવડી રોડ પર વિનાયકનગર શેરી નંબર ૨ માં રહેતા અને સ્કૂલવાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર ગેલા સાધાભાઈ ગોગરા (ઉ.વ ૪૫) નામના આધેડે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હિરેન પરમાર તથા ત્રણ અજાણ્યા શખસો વિદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિના દિવસે તે બપોરના સમયે તેના મિત્ર સાગર મકવાણાની રીક્ષામાં ગોંડલ ચોકડી તરફ ચક્કર મારવા નીકળ્યા હતા. અહીં આસ્થા ચોકડી પાસે આંબેડકરનગર જવાના રસ્તા પર પાન ફાકીની દુકાને ફાકી ખાવા માટે ઊભા રહ્યા હતા. આ સમયે યુવાન રિક્ષામાં બેસી મોબાઈલ જોતો હતો ત્યારે એક અજાણ્યો શખસ તેની પાસે આવ્યો હતો જેના હાથમાં લાકડી હોય તેણે યુવાનનો ફોન ઝુંટવી કહ્યું હતું કે,કેમ અમારો વિડિયો ઉતારે છે તેમ કહી ગાળો આપી હતી. જેથી યુવાન રિક્ષામાંથી ઉતરી શાંતિથી વાત કરવાનું કહેતા તેણે અહીં નાસ્તો કરી રહેલા તેના મિત્ર હિરેન પરમાર અહીં આવ આ આપણા બધાનો વિડીયો ઉતારે છે. તેમ કહેતા હિરેન પરમાર સહિત ત્રણ શખસોએ યુવાન સાથે બોલાચાલી કરી તેને પટ્ટા વડે માર માર્યેા હતો અને તેણે ગળામાં પહેરેલો દોઢ લાખનો ચેન આંચકી લીધો હતો. બાદમાં આ શખસો યુવાનને મારવા લાગતા યુવાન અહીંથી ભાગ્યો હતો જેથી આ શખસો તેને પ્લાસ્ટિકના પાઇપ વડે મારતા હતા. યુવક અહીં સર્વિસ રોડ પર ઉમિયા સર્કલ પાસે તેના મિત્ર સંજય અવાડીયાની દુકાન પાસે પહોંચતા આ શખસો અહીંથી ચાલ્યા ગયા હતા. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે. જેમાં વિડીયો ઉતાર્યાની શંકા રાખી આરોપીઓએ તેને માર મારી પિયા ૨૦,૦૦૦ ની કિંમતનો મોબાઇલ અને .૧.૫૦ લાખ નો ચેન ઝુંટવી લીધો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
માંડા ડુંગર પાસે હિંગળાજ પાનવાળી શેરીમાં રહેતા પ્રદીપ કાળુભાઈ ડાભી(ઉ.વ ૨૪) નામનો યુવાન ગઈકાલ સવારના અહીં ગોકુલ પાર્કના ગેટ પાસે રાધાકૃષ્ણ પાનની દુકાન પાસે ફાકી ખાવા માટે ગયો હતો ત્યારે એક સફેદ કલરની ક્રેટા કારમાં વિપુલ ચૌહાણ,ચબો, સુનિલ તથા એક અજાણ્યો શખસ તેની પાસે આવ્યા હતા. યુવાનને ગાળો આપી ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી યુવાન અહીંથી ભાગી ગયો હતો.બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, એકાદ મહિના પહેલા વિપુલ તથા ચબા સાથે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો જેનું સમાધાન પણ થઈ ગયું હતું. બાદમાં આ વાતનો ખાર રાખી તેના પર આ હત્પમલો કર્યેા હતો. જે અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નવા થોરાળા વિસ્તારમાં આંબેડકરના પૂતળા પાસે રહેતા ધો. ૧૨ ના વિધાર્થી શનિ છગનભાઈ સોલંકી(ઉ.વ ૧૯) તા.૧૩ ના ઘરેથી ચાલીને મિત્ર વિપુલ પરમાર (રહે. સર્વેાદય સોસાયટી શેરી નંબર–૩) ના ઘરે તેને બોલાવવા માટે જતો હતો ત્યારે અહીં શેરી નંબર ૩૩ પાસે એકિટવામાં મોહિત ઉર્ફે કાળુ દીપકભાઈ પરમાર તથા જયુ ચાવડા તેની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, મને પાન ફાકી ખાવા પૈસા આપ યુવાને કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી.જેથી મોહિતે તેના હાથમાં રહેલ પાઇપ વડે યુવાનને માથાના ભાગે મારતા યુવાન પડી ગયો હતો બાદમાં યુએ લાકડી વડે માર માર્યેા હતો. બાદમાં આ બંને અહીંથી નાસી ગયા હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી થોરાળા પોલીસમાં બંને શખસો સામે ગુનો નોંધાયો છે.
કાળીપાટ ગામે રહેતા અને રાજકોટ ભાવનગર હાઇવે પર બાલાજી હોટલના સંચાલક દિગ્વિજયસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ ૩૨) દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં કાળીપાટના સંજય રામજી ગોવાણી વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેમાં દિગ્વિજયસિંહએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે તેઓ કાળીપાટમાં મુકેશભાઈ મેરની દુકાને રામજી મંદિરની બાજુમાં પાનમાવો ખાવા માટે ગયા હતા. તેમણે પોતાનું બાઈક અહીં દુકાનની બાજુમાં રાખ્યું હતું. તેવામાં સંજય અહીં આવ્યો હતો તે ફરિયાદીનું બાઈક ચાલુ કરી ભાગવા જતા તેમણે સંજયને કહ્યું હતું કે, મા બાઈક લઈને કયાં જાય છે? તેમ કહી તેને રોકયો હતો જેથી સંજય કહ્યું હતું કે મારે ડખો કરવા માટે જવું છે. જેથી ફરિયાદીએ તેને પોતાનું વાહન ન લઈ જવાનું કહેતા સંજયે ગાળો આપી હતી અને કહ્યું હતું અહીં જ ઉભો રહેજે તને છરીના ઘા મારી દેવા છે. જાનથી મારી નાખવો છે. તેવી ધમકી આપી હતી

ગોકુલધામમાં કુખ્યાત શખસોની યુવતી પાસે બીભત્સ માગણી: તેના મિત્ર પર છરીથી હુમલો
શહેરના ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પરિયો ગઢવી, મેટીયો ઝાલા, યાસીન ઉર્ફે ભૂરો અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં રહેતો તેનો મિત્ર સાહિલ કે જેનો ઇન્સ્ટાગ્રામ થકી સંપર્ક થયો હોય અને બાદમાં બંને વચ્ચે મિત્રતા હોય ગઈકાલે યુવતીએ સાહિલને ફોન કર્યેા હતો અને પૈસાની જરિયાત હોવાનું કહેતા સાહિલ અહીં આવ્યો હતો.સાહિલે યુવતીને .૧૦,૦૦૦ આપ્યા હતા બાદમાં આ બંને અહીં બેઠા હતા તેવામાં મોટીયો અહીં આવ્યો હતો અને યુવતીને બહાર બોલાવતા તે બહાર જતા તેણે યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી કરી હતી યુવતીએ ઇનકાર કરતા આ શખસોએ ઝપાઝપી કરી તેનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું. દરમિયાન યુવતીનો મિત્ર સાહિલ વચ્ચે પડતા તેને ધોકા વડે તથા છરી વડે મારમાર્યેા હતો. બાદમાં આ શખસો અહીંથી નાસી ગયા હતા.સાહિલને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેની આંગળીમાં ફ્રેકચર હોવાનું માલુમ પડું હતું. બાદમાં આ બાબતે યુવતીએ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે છેડતી,મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે"


નુરાનીપરા પાસે ડેરી સંચાલક યુવાનને ૪ શખસોએ ધોકા–ઢીકાપાટુનો મારમાર્યેા
મવડીમાં શ્રીનાથજી પાર્ક શેરી નંબર ૪ બ્લોક નંબર ૮ રંગોલી બંગ્લોઝની બાજુમાં રહેતા ધ્રિકેશ અનિલભાઈ ખુંટ(ઉ.વ ૨૫) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને શાપર વેરાવળ રોડ પર ખોડીયાર નામથી ડેરી આવેલી છે. સોમવારે સવારના આઠેક વાગ્યે તે પોતાની અટગા કાર નંબર જીજે ૩ એમએ ૩૯૭૮ લઈને ઘરેથી ડેરી તરફ જવા નીકળ્યો હતો.દરમિયાન નવેક વાગ્યા આસપાસ ગોંડલ હાઇવે રોડ પર કોઠારીયા સોલવન્ટ નૂરાનીપરા પાસે પહોંચતા એક સફેદ કલરના એકટીવા નંબર જીજે ૩ એનઇ ૧૬૫૦ નો ચાલક કાનમાં ઈયરફોન રાખી ઓચિંતા એકટીવા લઈને આડો ઉતર્યેા હતો. જેથી યુવાને તેને જોઈને ચલાવવાનું કહેતા તેણે સામે કહ્યું હતું કે, તું જોઈને ચલાવ તારો વાંક છે. જેથી યુવાને મોબાઇલ કાઢી તેનો ફોટો પાડતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને યુવાન પણ ગાડીમાંથી નીચે ઉતરતા તેણે મોબાઈલ પાડી દીધો હતો. બાદમાં ગાળો બોલવા લાગ્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યેા હતો. આ સમયે તેણે બૂમ પાડતા અન્ય ત્રણે શખસો અહીં આવી ગયા હતા અને યુવાનને કડાકા તથા ઢીકાપાટુનો માર માર્યેા હતો બાદમાં ધોકા વડે પગમાં ઘા ફટકાર્યા હતાં. આ સમયે યુવાને બુમાબુમ કરતા આ ત્રણેય શખસો અહીંથી નાસી ગયા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં યુવાને પોતાના ગળામાં જોતા તેણે પહેરેલ પિયા દોઢ લાખની કિંમતનો સોનાનો ચેન ઝપાઝપીમાં પડી ગયો હોવાનું માલુમ પડું હતું. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ યુવાને આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં એકટિવા ચાલક તથા ત્રણ અજાણ્યા શખસો વિદ્ધ આ ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application