અગ્નિકાંડ મૂદે કાલે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ કરશે

  • June 14, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગેમઝોન અિકાંડ મુદે પીડિત પરિવારોની માંગણીઓને લઇ કોંગ્રેસ આક્રમક મૂડમા જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્રારા અલગ અલગ કાર્યક્રમો દ્રારા લડત ચલાવી રહી છે. છેલ્લા ૧૫ દિવસથી જિજ્ઞેશ મેવાણી સહિત અનેક પ્રદેશના નેતાઓએ રાજકોટમા ધામા નાખીને અનેક મિટીંગો,પત્રિકા વિતરણ તેમજ ત્રણ દિવસીય પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોજયા હતા તેમ છતા પીડિત પરિવારોની માંગણીઓ હજુ સ્વીકારાઈ નથી. જેથી આવતીકાલે ૧૫ પીડિત પરિવારોને સાથે રાખી કોંગ્રેસના આગેવાનો,સાંસદો,ધારાસભ્યો સહિત ૧૫૦૦ કાર્યકરો પોલીસ કમિશનર ઓફીસનો ઘેરાવનો કાર્યક્રમનો કોલ આપ્યો છે અને ૨૫મી જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે.
કોંગ્રેસની મુખ્ય માંગ છે કે સીટમા નોનકરપ્ટ અને બાહોશ અધિકારીને નિમણૂક કરો, પીડિત પરિવારોને ૧ કરોડની સહાય આપો, ૧ વર્ષમાં આ કેસની ટ્રાઈલ પૂરી થાય તે માટે કેસને ફાસ્ટટ્રેકમા ચલાવવાની છે.આવતીકાલે આ કાર્યક્રમમાં અમિત ચાવડા,ગેનીબેન ઠાકોર,જિજ્ઞેશ મેવાણી,વિમલ ચુડાસમા સહિત અનેક ધારાસભ્યો,પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેશે.


જુગારની રેડમાં રાજકોટ પોલીસે ત્રણ કરોડનો તોડ કર્યાનો મેવાણીનો આક્ષેપ
ગઈકાલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયએ પ્રેસ કોન્ફરન્સ કરીને એસઆઈટી ઉપર આક્ષેપ કરતા કહ્યું હતુ હાલ રાજકોટ પોલીસની એસઆઈટીમા જે અધિકારીઓ છે તેમને અિકાંડના ૨૪ કલાક પહેલા રાજકોટમાં એક જગ્યાએ જુગારની એક રેડ કરી ૩ કરોડનો તોડ કર્યેા હતો અને જે અધિકારીઓ દા,જુગારમાથી હાઓ ખાય છે તે આવા ગંભીર કેસોની પારદર્શકતાથી તપાસ કરે ખરા ? મેવાણીના આક્ષેપોએ રાજકોટમાં ગરમાવો ઉભો કર્યેા છે

કાલે પોલીસ કમિશનર કચેરી ફરતે રહેશે કિલ્લેબંધી
રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડને લઈને આવતીકાલે કોંગ્રેસ દ્રારા પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ કરવાના અપાયેલા એલાનના પગલે પોલીસ પણ સતર્ક બની ગઈ છે. કયાંય કાચુ ન કપાઈ જાય તે માટે સીપી કચેરીએ પુખ્તા બંદોબસ્તની વ્યવસ્થા સાથે કિલ્લ ેબંધી કરવામાં આવશે. જો કોઈ દેખાવકારો તરફથી તોફાન કે આવી કોઈ પ્રવૃતિ કરવાનો પ્રયાસ કરાશે તો પોલીસ દ્રારા આવા ઈસમોને કાબુમાં લેવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ થનારા ઘેરાવ કાર્યક્રમ દેખાવોમાં ધારાસભ્ય મેવાણીના લડાયક મીજાજને જોઈને પોલીસે પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા ગોઠવી છે. આ બાબતે ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવા સાથે વાતચીત થતાં તેમના જણાવ્યા મુજબ પ્ર.નગર પોલીસ ઉપરાંત અન્ય પોલીસ મથકના સ્ટાફ સાથે અધિકારીઓ પણ કાલે સવારથી સીપી કચેરીએ તૈનાત રહેશે. કાયદો–વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાઈ નહીં કે કોઈ વ્યકિત કાયદો હાથમાં ન લે તે માટે પુરતું ધ્યાન અને તકેદારી રાખવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application