મ્યુ.કમિશનરએ જાતે સીસી ટીવી સર્વેલન્સ કરી પિચકારી મારતા ચારને પકડ્યા

  • November 24, 2023 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સ્વચ્છતા મુદ્દે આક્રમક બન્યા છે એટલું જ નહીં પરંતુ મહાપાલિકાના આઇવે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરામાં હાલ સુધી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ મારફતે સર્વેલન્સની કામગીરી થતી હતી પરંતુ હવે કમિશનરએ જાતે જ પોતાની ચેમ્બરમાંથી સીસીટીવીનું સર્વેલન્સ શરૂ કર્યું છે અને સ્ટાફને દોડાવી રહ્યા છે જે અંતર્ગત આજે રાજકોટમાં જાહેર માર્ગો ઉપર પાન ફાકીની પિચકારી મારીને ગંદકી ફેલાવતા ચાર શખ્સોને મ્યુનિસિપલ કમિશનરએ સીસીટીવી કેમેરાના માધ્યમથી પકડી પાડ્યા હતા અને ચારેયને ઇ-ચલણની બજવણી કરી હતી.

વિશેષમાં મ્યુનિ.અધિકારી અને પદાધિકારીઓએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે તા.15 ઓક્ટોબરથી તા.24 નવેમ્બર સુધીની સવા મહિનાની સ્વચ્છતા ઝુંબેશમાં આ ઉપરાંત શહેરના સાત એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ્સની બંને તરફના એરિયામાં સઘન સફાઈની કામગીરી દરમ્યાન 203.95 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. કચરાના ન્યૂસન્સ પોઈન્ટ્સ ખાતે નિયમિત સફાઈ કામગીરી કરી કુલ 1098 ટન કચરાનો નિકાલ કરાયો છે. જ્યારે વ્યાપારી એકમોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકિંગ કરી કુલ 222 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવેલ. જાહેરમાં ન્યૂસન્સ (ગંદકી) કરતા 1422 જેટલા આસામીઓ સામે દંડની કામગીરી કરવામાં આવી હતી.
અહીં એ ખાસ નોંધવું રહ્યું કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સફાઈ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહીતની કામગીરી દરમ્યાન દરરોજ સરેરાશ 650 ટન જેટલો કચરાનો જથ્થો એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application