મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-૪ના પેકેજ-૯ના રૂ.૧૮૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના શરૂ કરાવેલી છે.
આ યોજના અન્વયે ૪ લિંક પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોમાં નર્મદા જળના સંગ્રહનું આયોજન છે. તદઅનુસાર લિંક-૪ દ્વારા પાછલા ૪ વર્ષમાં રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડાસાંગાણી એમ ૪ તાલુકાના ૩૭ ગામોના ૧૫૫ ચેકડેમ, ૧૪ તળાવ અને ૭ જળાશયમાં કુલ મળીને ૪૪૩૫ મિલિયન ક્યુબિક ફીટ (MCFT) પાણીનો જથ્થો ફાળવવામાં આવેલો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી સાકાર થયેલી સૌની યોજનામાં તબક્કાવાર ૧૩૧૩ કિલોમીટરની પાઈપલાઈન નાંખવામાં આવી છે અને અંદાજે ૭૭૪૩૦ એમસીએફટી પાણી ૮૫ જળાશયો, ૧૭૦ ગામ તળાવો તથા ૧૩૧૯ ચેકડેમોમાં પૂરું પાડવામાં આવ્યું છે. આના પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં સાડા છ લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જેનું ખાતમુહૂર્ત કરવાના છે તે લિંક-૪ના પેકેજ-૯ દ્વારા અંદાજે ૭૩ કિલોમીટર લંબાઇના પાઇપલાઇન નેટવર્કથી ૧૨ તળાવને જોડવામાં આવશે. એટલું જ નહિ, ૨૩ જેટલા ગામોની ૪૫ હજારથી વધુ જનસંખ્યાને પીવાનું પાણી અને ૫૬૭૬ એકર વિસ્તારને સિંચાઈનું પાણી આ યોજના સંપન્ન થવાથી મળતું થવાનું છે.
રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે સવારે ૧૦-૦૦ કલાકે વિંછીયા એપીએમસી નજીક યોજનારા આ વિકાસ ઉત્સવમાં મુખ્યમંત્રીશ્રી રૂ. ૧૩૯ કરોડના ખર્ચે સાકાર થનારી બે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેમજ રૂ. ૯ કરોડના ખર્ચે નવનિર્મિત આઈ.ટી.આઈ., રૂ. ૨.૧૧ કરોડના નવા બસ મથકની વિકાસ ભેટ પણ આપશે.
રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ સર્વશ્રી કુંવરજીભાઈ બાવળીયા, બલવંતસિંહ રાજપૂત, શ્રીમતી ભાનુબહેન બાબરીયા તથા રાજ્યમંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં ૨૧૪ દિવ્યાંગજનોને રૂ. ૨૮.૯૪ લાખના સી.એસ.આર. ફંડથી ૩૭૨ જેટલા સાધન સહાય અપાશે. આ ઉપરાંત વિચરતી જાતિના ૧૩૩ જેટલા લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ પણ થવાનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech