સંરક્ષણ મંત્રાલય દેશમાં ઉત્પાદિત ૯૭ એલસીએ માર્ક ૧એ ફાઈટર એરક્રાટ ખરીદવા જઈ રહ્યું છે. આ માટે જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ (એચએએલ )ને . ૬૫,૦૦૦ કરોડથી વધુના ખર્ચનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં ભારત સરકાર તરફથી સ્વદેશી લશ્કરી હાર્ડવેર માટેનો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર હશે. તાજેતરમાં, મંત્રાલયે એચએએલને ટેન્ડર જાહેર કયુ હતું અને તેનો જવાબ આપવા માટે તેને ૩ મહિનાનો સમય આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ભારતીય વાયુસેનાને મિગ–૨૧, મિગ–૨૩ અને મિગ–૨૭ જેવા વિમાનો માટે રિપ્લેસમેન્ટ આપશે. હાલમાં આ એરક્રાટને ધીમે–ધીમે હટાવવામાં આવી રહ્યા છે, નજીકના ભવિષ્યમાં તેને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે સંરક્ષણ મંત્રાલય અને એરફોર્સ હેડકવાર્ટર દ્રારા સંપૂર્ણ સ્વદેશી ફાઇટર એરક્રાટને પ્રોત્સાહન આપવા તેમજ દેશભરમાં સંરક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા નાના અને મધ્યમ ઉધોગોને મોટો બિઝનેસ આપવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવી રહ્યું છે.
પીએમ મોદી પણ એચએએલ ને મજબૂત કરવા પર ઘણો ભાર આપી રહ્યા છે. સરકારે આ કંપનીને તમામ પ્રકારના સ્વદેશી ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર તેમજ તેના માટે એન્જિન બનાવવાનો આદેશ આપ્યો છે. પીએમ મોદીએ પોતે સ્વદેશી ફાઇટર એરક્રાટના ટ્રેનર વેરિઅન્ટમાં ઉડાન ભરી હતી, જે કોઈપણ ફાઇટર એરક્રાટમાં ભારતીય વડાપ્રધાન દ્રારા પ્રથમ ઉડાન હતી
એર–ટુ–એર રિયુઅલિંગ માટે સક્ષમ
૯૭ એલસીએ માર્ક ૧એ ફાઇટર જેટ હસ્તગત કરવાની યોજનાની જાહેરાત એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સ્પેનની વિદેશી ધરતી પર કરી હતી. તેમણે સ્વદેશી ફાઇટર એરક્રાટ ઓર્ડરને પ્રોત્સાહન આપવાની મેગા યોજના વિશે જણાવ્યું હતું. આ એરક્રાટ એકિટવ ઈલેકટ્રોનિકલી સ્કેન્ડ એરે (એઇએસએ) રડારથી સ હશે, બિયોન્ડ વિયુઅલ રેન્જ (બીવીઆર) મિસાઈલ ક્ષમતાઓ, એક અત્યાધુનિક ઈલેકટ્રોનિક વોરફેર સ્યુટ અને એર–ટુ–એર રિયુઅલિંગ માટે સક્ષમ હશે. ભારતીય સૈન્ય કાફલામાં આ એરક્રાટના સમાવેશ સાથે, ફોર્સ પહેલા કરતા વધુ મજબૂત બનશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech