જામનગર ખાતે આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ૫૯મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો

  • January 06, 2025 10:39 AM 

આયુર્વેદના ભવ્ય અને દિવ્ય વારસાના ૫૮ વર્ષ પૂર્ણ... જામનગર ખાતે આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ઊજવી રહી છે ૫૯મો સ્થાપના દિવસ, જામનગર ખાતે આવેલ વિશ્વની સૌથી પહેલી આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આ વર્ષે પોતાનો ૫૯મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવી રહી છ, જામનગરના યુવરાજ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજયસિંહ જાડેજાએ આ તકે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પટાંગણમાં ધન્વંતરી ભગવાનની મૂર્તિનું પૂજન કરીને તેમણે પ્રભુને સર્વની સુખાકારી માટે પ્રાર્થના કરી, યુનિવર્સિટી ખાતે ધ્વજનું આરોહણ કરીને અજયસિંહ જાડેજાએ મંજને શોભાવ્યુ 

અજયસિંહ જાડેજાએ ધન્વંતરિ મેદાન ખાતે બેટિંગ કરી યુવાઓનો ક્રિકેટ રમતમાં જુસ્સો વધાર્યો, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મુકુલ પટેલ, કુલસચિવ ડૉ. અશોક ચાવડા, શારીરિક સ્વાસ્થ્ય શિક્ષણના ડાયરેક્ટર  હર્ષવર્ધન ઝાલા, બોર્ડ ઑફ ગવર્નર્સના સભ્ય ડૉ. ભરત કલસરિયા તથા ચીફ અકાઉન્ટ ઑફિસર એમ. બાદી પણ ઉપસ્થિત રહ્યા, આજરોજ સંધ્યાએ ગુલાબકુંવરબા ઓડિટોરિયમ ખાતે ભવ્ય સંસાકૃતિક કાર્યક્રમ યોજાશે
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application