ખંભાળિયામાં ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલમાં ના 101 માં જન્મોત્સવ "સોનલબીજ" ની થશે ભવ્ય ઉજવણી

  • December 27, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભવ્ય શોભયાત્રા, પ્રસાદ અને લોકડાયરામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટશે


ચારણ સમાજના ઇસ્ટદેવી આઈ તત્વની ચેતના સોનબાઈમા ની બીજ એટલે સોનલ બીજ ગઢવી સમાજ ના નૂતન વર્ષની ઉજવણી આગામી તા.01.01.25 ને બુધવાર  ખંભાળિયા ચારણ ગઢવી સમાજ દ્વારા આઇ શ્રી સોનલ માના 101 માં જન્મોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે ભાવ સાથે ઉત્સાહભેર ચાર રસ્તા નજીક આવેલ જડેશ્વર રોડ સોનલધામ ખાતે કરવામાં આવશે.


આ ઉજવણીમાં રવિવારે સવારે જોધપુર ગેટ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે અને આ શોભા યાત્રા શહેરના મુખ્ય રોડ જોધપુર ગેઈટ થઈને નગર ગેઇટ અને ચાર રસ્તા થી સોનલ મંદિરે સુધી ઢોલ શરણાઈના નાદ સાથે ચારણી રમત અને અબીલ ગુલાલની છોળો સાથે ગઢવી સમાજ તેમને અઢારે વરણ દર વર્ષની જેમ આ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાસે માતાજીઓ રથ ઉપર બિરાજમાન થય ને આશીર્વાદ આપશે અને સોનલ ધામ ખાતે આરતી કરીને શોભાયાત્રાનું સ્વાગત થશે.


ત્યારબાદ આ વર્ષના દાતા વાલાભાઈ દેરાજભાઈ મુન નું સમસ્ત ચારણ સમાજ તરફથી સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ માતાજીઓ અને સંતો દ્વારા આશિર્વચન પાઠવવામાં આવશે બપોરે ભવ્ય પ્રસાદી અને સાંજે ચાર વાગ્યે ચારણ ગઢવી સમાજની પરંપરાગત રમત નું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સાંજે ભવ્ય સંધ્યા આરતી અને રાત્રે સંતવાણી કાર્યક્રમ સુપ્રસિદ્ધ લોક ગાયક બ્રીજદાન ગઢવી અને વિજયભાઈ ગઢવી અને સાગર દાન ગઢવી સંતવાણી ના સુર પાથરશે આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અઢારે વરણ ઉપસ્થિત રહીને સોનલ માતાજીના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરશે ઉજવણીની તૈયારી પૂર્વે સમાજ અગ્રણીઓ ના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા જોરસોરથી ઉત્સાહભેર તૈયારી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application