થેંક્યુ પોરબંદર, થેંક્યુ આશા ક્રિટિકલ કેર યુનિટ: એલેકઝાન્ડર

  • November 12, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં જ રશિયન શીપના કેપ્ટનને સમુદ્રમાં હાઇ બી.પી. સહિત સમસ્યા ઉભી થતા જી.એમ.બી.એ તેનુ રેસ્ક્યુ કરી પોરબંદરના આશા ક્રિટિકલ કેર યુનિટ ખાતે સારવારમાં પહોચાડયા હતા અને ત્યાં તેને નવુ જીવન મળ્યુ છે. ત્યારે તેમણે પોરબંદરવાસીઓનો, આશા ક્રિટિકલ કેર યુનિટના  તબીબોનો ખાસ આભાર માન્યો હતો ત્યારે તેને સ્વસ્થ કરનાર ડો. હાર્દિક મહેતા અને ટીમે એવુ જણાવ્યુ હતુ કે ‘અહીંયા તો વિદેશી પક્ષીઓ ઘવાય તો પણ તેને બચાવાય છે તમે તો માણસ છો. ’
પોરબંદરની દરિયાઇ ભાગોળે પસાર થતી સ્ટીમરના કેપ્ટન એલેકઝાન્ડરને લોહી દબાણ વધી જતા, નાકમાંથી લોહી નીકળવા માંગતા અને હૃદય ઉપર અસર થઇ જતા તબીયત લથડી હતી. સહુના સહિયારા પ્રયાસથી તેને માનવતાવાદી અભિગમ, ધરાવતી આશા ક્રિટિકલ કેર યુનિટમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંના અદ્યતન સાધનો તથા ડો. હાર્દિક મહેતા તથા ડો. કમલ મહેતાની નિષ્ણાંત સારવારથી સંપૂર્ણ સાજા થઇ જતા રજા આપી હતી.
પોરબંદર ઉપરથી પસાર થતા ઇજાગ્રસ્ત પંખીઓને સારવાર આપવામાં અગ્રેસર પોરબંદર એક વિદેશી પ્રવાસીને સાજા કરવા માટે ખરા ઉતર્યા છે. આશા હોસ્પિટલમાં દાખલ થયેલ રશીયન કેપ્ટન અજાણ્યા દેશમાં સાવ જ એકલા હતા અને બીમારી તથા શારીરિક પીડા સાથે દાખલ થયેલા. હોસ્પિટલ સ્ટાફ તથા સંલગ્ન સેવાભાવી સર્વએ તેમના ખાવાપીવાથી માંડી બધી વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી.
પ્રમુખ ડો. ચેતનાબેનની મુલાકાત
પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબહેન તિવારીએ વ્યક્તિગત  રીતે અજાણ્યા અતિથિની શુભેચ્છા મુલાકાત લઇ તેના ખબરઅંતર પૂછયા હતા અને તેને  ‘તમો નિષ્ણાંત તબીબો વચ્ચે છો’ કહી ચિંતામુકત થવા કહ્યું હતુ. તેમણે તેમને સારવાર આપતા ડો. હાર્દિક મહેતાની મહેનતને બિરદાવી હતી અને અભિનંદન આપ્યા હતા.
કેપ્ટન થયા અભિભૂત
સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેમને રજાના સમયે આ એકલવાયા દર્દીએ પોરબંદરના નગરજનો તથા આશા ક્રિટિકલ કેર ટીમ પ્રત્યે અભિભૂત થઇ આભારની લાગણી સાથે ગળગળા થઇ ગયા હતા. તેણે લાગણી વ્યકત કરી હતી કે તે તેના કુટુંબ સાથે એકવાર પોરબંદર ગાંધી જન્મસ્થળના દર્શન માટે જ‚ર આવશે. આવી સૂક્ષ્મપળે  ડોકટરે દર્દી અને એ પણ અતિથિ અમારા માટે ઇશ્ર્વરનું સ્વ‚પ છે તેમ કહી પોતે તો પોતાની ફરજ બજાવી છે એવું કહ્યું હતું.પોરબંદરના માનવતાવાદી ભવ્ય ઇતિહાસમાં એક વધુ પ્રકરણ ઉમેરાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News