થલપતિ વિજય ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે

  • January 02, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થલપતિ વિજય આગામી ફિલ્મમાં બેવડી ભૂમિકામાં જોવા મળવાનો છે. તેની આ ફિલ્મનું પ્રથમ લુક રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં બે થલપતિ વિજય જોવા મળે છે.રિપોર્ટસના અનુસાર, આ ફિલ્મ ટાઇમ ટ્રાવેલ પર આધારિત હોવાનું કહેવાય છે. જેમાં થલપતિ વિજયનો એક રોલ ૧૯ વરસના યુવકનો અને બીજો વૃધ્યનો છે. ગયા વરસે થલાપતિ વિજય પોતાની બોડીના ૩ડી સ્કૈન માટે લોસ એન્જલસ પણ ગયો હતો. અત્યાર સુધી આ ફિલ્મ થલપતિ ૬૮ તરીકે ઓળખાતી હતી. હવે ફિલ્મસર્જકે આ ફિલ્મનું શિર્ષક ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમની ઘોષણા કરી છે. સાથેસાથે ફિલ્મનું ફસ્ર્ટ લુક પણ જાહેર કયુ છે. જેમાં બે થલપતિ વિજય જોવા મળે છે. બન્ને થલાપતિ વિજય વરદીમાં છે. જેમાં એક લુકમાં તે વૃદ્ધ અને બીજામાં યુવાન લુક જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application