હાલમાં તમિલ સુપરસ્ટાર થલપતિ વિજયની મૂવી GOAT એટલે કે ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઈમ સસ્પેન્સ અને એક્શન થ્રિલર તરીકે સમાચારમાં છે. આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે. ભારત સિવાય GOAT એ કમાણીના મામલે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી છે.
ત્યારે અહેવાલના આધારે રિલીઝના 5માં દિવસે આ ફિલ્મે વિશ્વભરમાં કમાણીનો ચોંકાવનારો આંકડો સ્પર્શી લીધો છે.
288 કરોડના આંકને પાર કરીને તેની રિલીઝના પ્રથમ ચાર દિવસમાં વિશ્વવ્યાપી કમાણીના સંદર્ભમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગયા સપ્તાહના અંતે ફિલ્મના કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જેણે 'GOAT'ના નિર્માતાઓના ખિસ્સા ભર્યા છે. હવે તેની રિલીઝના 5માં દિવસે થલપતિ વિજયની ફિલ્મે વિશ્વવ્યાપી કલેક્શનમાં રૂ. 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર સોમવારની ફિલ્મની કમાણી 14 કરોડ રૂપિયા રહી છે. વિદેશમાં પણ બિઝનેસમાં વધારો જોવા મળ્યો છે. આ સંદર્ભમાં ફિલ્મ સરળતાથી રૂ. 300 કરોડના ક્લબમાં પહોંચી ગઇ છે.
એટલું જ નહીં GOATની કમાણી જે રીતે ચાલી રહી છે. તેના આધારે કહી શકાય કે આગામી દિવસોમાં પણ આ ફિલ્મ વિશ્વવ્યાપી કલેક્શનમાં ધૂમ મચાવતી જોવા મળી શકે છે.
'GOAT'ની સ્ટોરી દમદાર
થલપતિ વિજય 'GOAT'ની સફળતાની ચાવી તેની દમદાર વાર્તા છે. દિગ્દર્શક વેકાંત પ્રભુના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સસ્પેન્સ, ઈમોશનલ ડ્રામા અને એક્શન ભરપૂર પ્રમાણમાં જોવા મળશે, જે એક સંપૂર્ણ ફિલ્મ બનાવે છે. આ જ કારણ છે કે હાલમાં ગોટ દર્શકોની પહેલી પસંદ બની રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોન નહીં ભરનારાને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરો
December 23, 2024 10:56 AMઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech