ભારતીયોની પર્યટનની ટેવ અને પ્રવાસ માટે પાણીની જેમ પૈસા ખર્ચવાના શોખને ધ્યાને રાખી વિશ્વના વધુને વધુ દેશો થોડા સમય માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી રહ્યા છે, જેમાં હવે થાઈલેન્ડનો પણ સમાવેશ થયો છે. અહી ભારતીય પાસપોર્ટ ધારકો બે મહિના સુધી વિઝા વગર રહી, ફરી શકશે.જો કે આ નિર્ણય આવતા મહિનેથી લાગુ થશે. આનો અર્થ એ થયો કે હવે ભારતીય પાસપોર્ટ ધરાવનારાઓએ થાઈલેન્ડ જવા માટે વિઝા મેળવવાની ચિંતા કરવાની જર નથી.
ભારતીય લોકો માટે સારા સમાચાર છે. હવે ભારતમાંથી થાઈલેન્ડની મુલાકાત લેનારાઓએ વિઝાની ચિંતા કરવાની જર નથી. થાઈ સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બે મહિના માટે વિઝા–મુકત મુસાફરીની મંજૂરી આપવાનો નિર્ણય કર્યેા છે. થાઈલેન્ડ સરકારની આ નીતિ, પ્રવાસનને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી છે, જેમાં ૯૩ દેશોનો સમાવેશ થાય છે, જેમાં ભારત પણ સામેલ છે.
થાઈલેન્ડનો પ્રવાસન ઉધોગ કોવીડ–૧૯ રોગચાળાને પગલે પડકારોનો સામનો કરી રહ્યો છે. આનો સામનો કરવા માટે થાઇલેન્ડે વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષવા માટે નવા પગલાં અમલમાં મૂકયા છે. આ પગલાંમાં મુખ્યત્વે વિઝા નિયમોમાં છૂટછાટનો સમાવેશ થાય છે.
કામદારો માટે વિઝા લંબાવવામાં આવ્યા
આ સાથે અન્ય દેશોના કામદારોને પાંચ વર્ષની વિસ્તૃત વિઝા અવધિનો લાભ મળશે. જેમાં દરેક રોકાણમાં ૧૮૦ દિવસની છૂટ આપવામાં આવશે. તેના પોસાય તેવા ભાવો અને સુંદર ટાપુઓ માટે જાણીતું થાઈલેન્ડ લાંબા સમયથી વિશ્વભરના પ્રવાસીઓ માટે લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. વર્ષ ૨૦૨૩માં જ ૨.૪૫ કરોડ વિદેશી પ્રવાસીઓ થાઈલેન્ડ પહોંચ્યા હતા. થાઈલેન્ડ સરકારે વાર્ષિક ૨૫ થી ૩૦ મિલિયન પ્રવાસીઓને આકર્ષવાનું લય રાખ્યું છે. રાજધાની બેંગકોકની સાથે, ફકેટ, ચિયાંગ માઈ તેમજ ઐતિહાસિક શહેરો અયુથ્યા અને સુખોથાઈ મુખ્ય પ્રવાસન સ્થળો છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડની મુલાકાત લે છે
નિયમ આવતા મહિનાથી લાગુ થશે
તાજેતરના નિર્ણયોમાં અન્ય દેશોના કર્મચારીઓ સ્નાતક વિધાર્થીઓ અને નિવૃત્ત લોકોને લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. થાઈલેન્ડ સરકાર આનાથી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની અપેક્ષા રાખી રહી છે. થાઈ સરકારનો આ નિર્ણય આવતા મહિનાથી અમલમાં આવશે. જેમાં ૯૩ દેશોના પ્રવાસીઓને ૬૦ દિવસના સમયગાળા માટે થાઈલેન્ડની મુલાકાત લેવાની તક મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech