મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલમાં આતંકીઓએ કર્યું ફાયરિંગ

  • January 01, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલમાં મંગળવારે મોડી રાત્રે સશસ્ત્ર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને આટલેથી ન અટકતા બોમ્બ બ્લાસ્ટ પણ કરવામાં આવ્યા હતા જેના પગલે શાંતિનો માહોલ છવાયો હતો. જો કે કોઈ જાનહાની ન થઈ હોવાના પ્રાથમિક અહેવાલો છે. મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના એક ગામ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ગામ પર શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.તેઓએ રાત્રિ દરમિયાન કાંગપોકપી જિલ્લામાં અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના નીચાણવાળા કડાંગબંદ વિસ્તારમાં તેમના પહાડી સ્થાનો પરથી અત્યાધુનિક હથિયારોથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના હુમલા બાદ વિસ્તારમાં તૈનાત ગ્રામ્ય સ્વયંસેવકોએ જવાબી કાર્યવાહી કરી હતી.
પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા સજ્જ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે હુમલાને કારણે કાચા ઘરોમાં રહેતા ઘણા ગ્રામજનોએ સુરક્ષિત સ્થળોએ ભાગી જવું પડ્યું હતું. અહી જણાવી દઈએ કે મણિપુરમાં મે 2023થી હિંસા ફાટી નીકળી છે જે હજું પણ અટકવાનું નામ નથી લઈ રહી.
એક દિવસ પહેલા મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 3 મે, 2023થી થઈ રહેલી હિંસા માટે રાજ્યની જનતાની માફી માંગી હતી.તેમણે મણિપુરની વસ્તીના તમામ વર્ગોને આગામી નવા વર્ષમાં ભૂતકાળને માફ કરવાની અપીલ કરી હતી અને ભવિષ્યમાં શાંતિ અને સંવાદિતા માટે પ્રયત્નશીલ હોવાની ખાતરી આપી હતી અને આવતા નવા વર્ષમાં ભૂતકાળને માફ કરો અને ભૂલી જાઓ તેમ કહ્યું હતું અને એ જ રાતે ફરીથી અહીની શાંતિને પલીતો ચાપવાનો પ્રયાસ થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application