આસામમાં આજે પ્રતિબંધિત સંગઠન ULFA (I) એ દાવો કર્યો છે કે તેણે રાજ્યભરમાં 24 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કર્યા છે. આ પછી પોલીસ અને સુરક્ષાકર્મીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસે અનેક ટીમોને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો છે. દરેક પોલીસ ટીમમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડનો પણ સમાવેશ થાય છે. સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છે.
પોલીસે જણાવ્યું હતું કે ULFA (I) દ્વારા જાણ કરવામાં આવેલા તમામ સ્થળોએ બોમ્બ નિકાલ ટુકડીઓ મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ બોમ્બ અથવા વિસ્ફોટકની રિકવરીનાં સમાચાર પ્રાપ્ત થયા નથી. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા) (સ્વતંત્ર) દ્વારા અનેક મીડિયા ચેનલોને મોકલવામાં આવેલા કથિત ઈમેલમાં, આતંકવાદી સંગઠને દાવો કર્યો છે કે બોમ્બ ટેકનીકલ નિષ્ફળતાને કારણે વિસ્ફોટ થયો નથી. પોલીસે 19 બોમ્બના ચોક્કસ સ્થળોની ઓળખ કરતી યાદી આપી હતી અને જણાવ્યું હતું કે વધુ પાંચ વિસ્ફોટકોના સ્થાનો નક્કી કરી શકાયા નથીપોલીસે બોમ્બને નિષ્ક્રિય કરવા માટે લોકોનો સહકાર માંગ્યો હતો.
આસામ પોલીસ હેડક્વાર્ટરના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો, ખાસ કરીને જેઓ ULFAના શાંતિ વાટાઘાટો વિરોધી જૂથની સૂચિમાં સામેલ છે, તેમને એલર્ટ કરવામાં આવ્યા છે અને તેમને વિસ્તારોની સંપૂર્ણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ્સ, મેટલ ડિટેક્ટર અને સ્નિફર ડોગ્સને દરેક જગ્યાએ મોકલવામાં આવ્યા છે. હજુ સુધી અમને બોમ્બ રીકવર થયાની કોઈ માહિતી મળી નથી
જો કે, નાગાંવ, લખીમપુર અને શિવસાગરના કેટલાક સ્થાનિક પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓએ ઘટના સ્થળેથી બોમ્બ જેવી સામગ્રી મળી આવી છે. 24 સ્થળોમાંથી 8 સ્થાનો ગુવાહાટીમાં છે. આમાં દિસપુરના છેલ્લા દરવાજા પર એક ખુલ્લું મેદાન સામેલ છે, જે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અન્ય મંત્રીઓના સત્તાવાર નિવાસસ્થાનની નજીક છે. બીજું સ્થાન સાતગાંવ રોડ છે જે ગુવાહાટીના નારેંગીમાં આર્મી કેન્ટોનમેન્ટ તરફ દોરી જાય છે. આ ઉપરાંત રાજધાનીના આશ્રમ રોડ, પાનબજાર, જોરાબત, ભાટાપારા, માલીગાંવ અને રાજગઢને પણ બોમ્બના સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યા છે. શિવસાગર, ડિબ્રુગઢ, લખીમપુર, નાગાંવ, નલબારી, તામુલપુર, તિનસુકિયા અને ગોલાઘાટ જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળોના નામ આપવામાં આવ્યા છે.
સુરક્ષાના કારણોસર, પોલીસે મેલમાં ઉલ્લેખિત સ્થળોની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તમામ સ્થળોએ પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech