કિર્ગિસ્તાનમાં હિંસા: ફસાયેલા મેડિકલના ૧૦,૦૦૦ ભારતીય વિધાર્થીઓમાં દહેશત

  • May 20, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કિર્ગિસ્તાનમાં સ્થાનિક લોકો અને વિદેશીઓ વચ્ચે અથડામણ બાદ હિંસા વકરી રહી છે. આવી સ્થિતિમાં ભારતે ત્યાં ફસાયેલા વિધાર્થીઓને તેમના ઘરમાં રહેવાની સલાહ આપી છે. ભારતીય વિધાર્થીઓને હિંસાથી બચાવવા માટે ઘરની અંદર રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેઓ ઈચ્છે છે કે સરકાર તેમને ત્યાંથી બચાવીને પોતાના દેશમાં મોકલી આપે.

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદેશીઓને નિશાન બનાવીને થયેલા હત્પમલાને કારણે ભારતીય વિધાર્થીઓ ગભરાટમાં છે. ભારતીય વિધાર્થીઓએ વિદેશીઓને નિશાન બનાવતી હિંસા અંગે વાત કરી છે. વિધાર્થીઓનું કહેવું છે કે મોટાભાગના વિધાર્થીઓ તેમના મમાં છુપાયેલા છે. હિંસાને જોતા શાળાઓએ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેમના દેશમાં પાછા ફરવા માટે બેતાબ છે. કિર્ગિસ્તાનમાં લગભગ ૧૦,૦૦૦ ભારતીય વિધાર્થીઓમાંથી મોટાભાગના મેડિસિનનો અભ્યાસ કરે છે.

મહારાષ્ટ્ર્રના બીડમાં રહેતા એમબીબીએસના બીજા વર્ષના વિધાર્થીએ જણાવ્યું કે હુમલો શુક્રવારે રાત્રે તેના ઘરથી માત્ર ૨.૫ કિમી દૂર એક હોસ્ટેલમાં થયો હતો. તેણે બિશ્કેકથી મળતા અહેવાલ અનુસાર ભારતીયો પર હત્પમલાની વીડિયો કિલપ ફરતી થઈ રહી છે. તેનાથી ગભરાટ ફેલાય છે. ઈન્દોરના અન્ય એક યુવક, જે એ જ કોલેજમાં એમબીબીએસ ત્રીજા વર્ષનો વિધાર્થી છે, તેણે કહ્યું કે અમે અમારી હોસ્ટેલમાં લાઇટ બધં કર્યાને ૨૪ કલાકથી વધુ સમય થઈ ગયો છે.સાનેએ કહ્યું કે અમારામાંથી ઘણા લોકો કેન્ટીનમાં નાસ્તો કરવા પણ નહોતા જઈ શકતા. કોલેજ પ્રશાસન હોસ્ટેલમાં ભોજન પહોંચાડી રહ્યું છે. અમને ઘરની અંદર રહેવાની સૂચના આપવામાં આવી છે.

એકલા રહેતા વિધાર્થીઓ માટે મામલો વધુ ખરાબ હતો. ઈન્દોરના વિધાર્થીએ કહ્યું કે જો પરિસ્થિતિ જલ્દી સુધરશે નહીં તો તેઓ ભૂખે મરી જશે. એક ટેકસી ડ્રાઈવરે હુમલો કર્યા બાદ વિધાર્થીઓ હોસ્ટેલથી કોલેજ જતા ડરી ગયા છે. અમે ભારત પાછા ફરવા માંગીએ છીએ. દિલ્હીના એક વિધાર્થીએ કહ્યું કે હત્પમલાખોરો ત્વચાના રંગના આધારે જ વિચારી રહ્યા છે.બિશ્કેકથી ૩૫૦ કિમી દૂર આવેલા ઓશમાં એમબીબીએસની બીજા વર્ષની વિધાર્થિની ઈન્સિયા હત્પસૈન એ દુ:ખદ ક્ષણો વિશે વાત કરી. ઈન્સિયાએ જણાવ્યું હતું કે અમારી શનિવારની સેમેસ્ટર પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. બીડમાં રહેતા ઈન્સિયાના પિતા આમિર હત્પસૈને જણાવ્યું કે તે ૨૭ મે પછી ઘરે પરત ફરવાની હતી. આમિરે કહ્યું કે અમે સતત સંપર્કમાં છીએ જેથી તે એકલા ન અનુભવે.

તેલંગણાના નાલગોંડાની એક વિધાર્થીએ જણાવ્યું કે તેણી અને કેટલાક અન્ય લોકો ૩૦ કિમી દૂર બિશ્કેકમાં તેમના ખાનગી નિવાસસ્થાનથી યુનિવર્સિટી હોસ્ટેલમાં શિટ થયા છે. તેણે ફોન પર કહ્યું કે યુનિવર્સિટીમાં સુરક્ષા હોવા છતાં બિશ્કેકમાં નફરત ફેલાવનારા લોકોના કારણે અમે ડરી ગયા છીએ. કિર્ગિસ્તાનમાં ભારતીય દૂતાવાસે વિધાર્થીઓને ઘરની અંદર રહેવા અને ૨૪૭ હેલ્પલાઇન ૦૫૫૫૭૧૦૦૪૧ પર કોલ કરવાની સલાહ આપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application