તાઈવાનમાં 7.5ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ

  • April 03, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઈવાનની રાજધાની તાઈપેઈ જોરદાર ભૂકંપ્ના આંચકાથી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપ્ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 નોંધાઈ હતી. ભૂકંપ્ના કારણે મોટાપાયે વિનાશ થયો છે. જેના કારણે 91 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા જાપાન અને ફિલીપાઈન્સમાં પણ અનુભવાયા હતા જેના કારણે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાઈવાનમાં ભૂકંપ્ના કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે, જ્યારે પચાસથી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડો હજુ પણ વધી શકે છે તેવી આશંકા છે.

વોલ્કેનો ડિસ્કવરીના રિપોર્ટ અનુસાર સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યે ભૂકંપ્નો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ્ની ઊંડાઈ 35 કિમી હતી અને દેશના મોટા ભાગમાં તેનો અનુભવ થયો હતો. ભૂકંપ્ની ઊંડાઈને કારણે તેના કેન્દ્રમાં ખૂબ જ તીવ્રતા અનુભવાઈ હતી. તાઈવાનમાં શાળાઓ અને સરકારી કચેરીઓને વર્ગો બંધ કરીને કામ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ભૂકંપ્ના કારણે અનેક ઐતિહાસિક ધરોહરોને પણ નુકસાન થયું છે. અહેવાલો અનુસાર, બીજા વિશ્વ યુદ્ધ પહેલા બનેલી એક શાળાને પણ નુકસાન થયું છે.

અહેવાલો અનુસાર, તાઈવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ચીનના શાંઘાઈ સુધી અનુભવાયા હતા. ચીની મીડિયાનું કહેવું છે કે ચીનના ફુઝોઉ, ઝિયામેન, ઝુઆનઝોઉ અને નિંગડેમાં પણ ભૂકંપ્ના આંચકા અનુભવાયા હતા.


25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ

તાઈવાનની રાજધાની તાઈપેઈના સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના સિસ્મોલોજી સેન્ટરના ડાયરેક્ટર વુ ચીએન ફુએ જણાવ્યું હતું કે આ ભૂકંપ્ના આંચકા સમગ્ર દેશમાં અને આસપાસના ટાપુઓ પર અનુભવાયા હતા. 1999 પછી દેશમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. જેમાં 2500થી વધુ લોકોના મોત થયા હતા અને 1300થી વધુ લોકો ઘાયલ થયા હતા.


તમામ ફ્લાઈટ સેવાઓ સ્થગિત

જાપાન એરલાઈન્સે ઓકિનાવા અને કાગોશિમા વિસ્તારોમાંથી તમામ ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ સાથે સુનામીની સંભાવનાવાળા વિસ્તારો તરફ જતી ફ્લાઈટ સેવાઓને ડાયવર્ટ કરવામાં આવી છે. ઓકિનાવાના નાહા એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સતત ભૂકંપ્ના આંચકાઓના કારણે તમામ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.


જાપાન-ફિલીપાઈન્સમાં એલર્ટ પણ સુનામી ન આવ્યું
તાઈવાનને હચમચાવનાર ભૂકંપ બાદ જાપાન અને ફિલીપાઈન્સમાં સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી હતી અને સમુદ્ર તટના વિસ્તારોને ખાલી કરાવવા માટે કયર્વિાહી શ થઈ હતી પણ સુનામી આવ્યું ન હતું તેનાથી સત્તાવાળાઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. તાઈવાનમાં ભૂકંપ આવ્યાના લગભગ 15 મિનિટ બાદ જાપાનના યોનાગુઈ દ્વીપ પર લગભગ એક ફૂટ ઉંચી સુનામીની લહેર જોવા મળી હતી. જાપાન અને ફિલીપાઈન્સમાં સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જાપાનનું કહેવું છે કે ઓકિનાવા પ્રાંતની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સુનામી મોજા ત્રણ મીટર સુધી ઊંચા ઉછળી શકે છે. ફિલિપાઈન્સ સિસ્મોલોજી એજન્સીએ અનેક પ્રાંતોના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામી એલર્ટ જાહેર કર્યું છે અને અહીં રહેતા લોકોને ઊંચા વિસ્તારોમાં ખસી જવા જણાવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News