વીકેન્ડમાં કરી જોરદાર કમાણી,3 જ દિવસમાં 21 કરોડનું કલેક્શન
રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જીયા'ને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે.
રોમેન્ટિક કોમેડી 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા' 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને ત્યારથી બોક્સ ઓફીસ ને સતત ફરતી રાખી છે.
ફિલ્મે ત્રણ દિવસમાં 21 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે,
ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 24.2 કરોડ રૂપિયા થયી ગયું છે.
શાહિદ કપૂર અને કૃતિ સેનનની રોમેન્ટિક કોમેડી 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા' 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ચાહકો ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકો આ ફિલ્મ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત જોશી અને આરાધના શાહે કર્યું છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 21 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા'એ પહેલા દિવસે 6.7 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી હતી. ફિલ્મની કમાણી સપ્તાહના પ્રથમ દિવસે અને તેની રિલીઝના બીજા દિવસે વધી છે. ફિલ્મે બીજા દિવસે 9.65 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસના પ્રારંભિક ડેટા અનુસાર, ફિલ્મે અત્યાર સુધીમાં 7.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 24.2 કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે.
'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા' શાહિદ કપૂર અને કૃતિ સેનનની એકસાથે પહેલી ફિલ્મ છે. આ રોમાન્સ-કોમેડી ડ્રામા ફિલ્મમાં, કૃતિ એક રોબોટ, સિફ્રાનું પાત્ર ભજવતી જોવા મળે છે. જેના કારણે ફિલ્મનો હીરો શાહિદ કપૂર પ્રેમમાં પડે છે. ચાહકોને ફિલ્મના ગીતો અને તે ગીતોમાં બંનેના ડાન્સ મૂવ્સ પણ પસંદ આવી રહ્યા છે. બંનેની કેમેસ્ટ્રી પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. ફિલ્મની સાથે સાઉથની ઈગલ અને લાલ સલામ પણ રિલીઝ થઈ છે, પરંતુ શાહિદની ફિલ્મને તેમના તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન
75 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 13 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મની કમાણીના આંકડાઓ પર નજર કરીએ તો અંદાજ લગાવી શકાય છે કે આવનારા દિવસોમાં ફિલ્મ તેની કિંમત વસૂલવામાં સફળ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech