જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને સુચના આપેલ હોય જેથી સીટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલી મોબાઇલ ખોવાઇ ગયેલ હોવા અંગેની અરજીઓની પોર્ટલની મદદથી મોબાઇલ શોધી તેમજ ચોરીના ગુનાના કામના મુદામાલ અરજદારોને પરત આપવામાં આવેલ કુલ 2.32.788નો મુદામાલ પરત કરેલ છે. જેમાં મોટી ખાવડીના ઇયાનભાઇ જુણેજા, પંચેશ્ર્વર ટાવરના ભરતભાઇ માણેક, મકવાણા સોસાયટીના ઇમરાનખાન પઠાણ, પુષ્કરધામ સોસાયટીના પ્રજ્ઞેશભાઇ ગઢીયા, દડીયા ગામના ભાવેશભાઇ પાટડીયા, મોદીવાડના તાહેરભાઇ સરીયા, જામનગરના મનોજભાઇ પંડયા, કૃષ્ણ કોલોનીના ભરતભાઇ માંડવીયા આ 8 અરજદારોના મોબાઇલ, મોટરસાયકલ અને પિતળના સળીયાનો મુદામાલ તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત સોપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશથી આવ્યો હતો? કોર્ટમાં થયો મોટો ખુલાસો
January 19, 2025 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech