બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પાછળ છે. હવે સિરીઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર 3 જાન્યુઆરીથી રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સવારે 5 વાગ્યે શરૂ થશે.
સિડની ટેસ્ટના એક દિવસ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન ગંભીરે આવી વાતો કહી. જેના કારણે એવું લાગી રહ્યું છે કે ટીમની અંદરનું વાતાવરણ બરાબર નથી. ગંભીરે કહ્યું કે ડ્રેસિંગ રૂમની ’ડિબેટ્સ’ને જાહેર ન કરવી જોઈએ અને તેણે ખેલાડીઓ સાથે ઈમાનદારીથી વાત કરી કારણ કે માત્ર પ્રદર્શન જ તેમને ટીમમાં રાખી શકે છે. ડ્રેસિંગ રૂમમાં તણાવના અહેવાલો વચ્ચે ગંભીરે કહ્યું કે તે માત્ર અફવા છે, સત્ય નથી.
ગૌતમ ગંભીરને પણ પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા કાલે રમશે? આના પર ગંભીરે કહ્યું, ’કાલે પિચ જોયા બાદ અમે ટોસ સમયે પ્લેઈંગ ઈલેવન નક્કી કરીશું.’ સિડની ટેસ્ટ પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર આકાશ દીપ પીઠની સમસ્યાને કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જોકે તેણે વિકલ્પ જાહેર કર્યો ન હતો. ગૌતમ ગંભીરે કહ્યું, જ્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. એકમાત્ર વસ્તુ જે તમને ત્યાં રાખે છે તે પ્રદર્શન છે. કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએગૌતમ ગંભીરે કહ્યું , બધું બરાબર છે, અમે આવતીકાલે વિકેટ જોઈને અંતિમ ઈલેવનની જાહેરાત કરીશું. ડ્રેસિંગ રૂમમાં પ્રામાણિકતા મહત્વપૂર્ણ છે. આ એક ટીમ ગેમ છે અને તમે બધા તેને સ્વીકારો છો. આ માત્ર અહેવાલો છે, સત્ય નથી. મારે કોઈ રિપોર્ટ પર ટિપ્પણી કરવાની જરૂર નથી. પ્રામાણિકતા મહત્વપૂર્ણ છે, અમે આગળ વધવા અને કેટલીક સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગીએ છીએ.
ગંભીરે એ પણ કહ્યું કે તેણે સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સાથે ટેસ્ટ મેચ જીતવાની રણનીતિ સિવાય કોઈ વાત કરી નથી, તેણે કહ્યું, દરેક ખેલાડી જાણે છે કે તેણે ક્યાં સુધારો કરવો છે. અમે તેની સાથે માત્ર ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી તે અંગે વાત કરી છે.
આકાશ દીપ વિશે ગૌતમ ગંભીરે કહ્યું કે, તે પીઠની સમસ્યાને કારણે બહાર છે. 28 વર્ષીય આકાશ દીપે બે ટેસ્ટ મેચોમાં કુલ 87.5 ઓવર ફેંકી હતી અને તેની સમસ્યા ભારે વર્કલોડના પરિણામે હોઈ શકે છે. આકાશે બ્રિસ્બેન અને મેલબોર્નમાં બે ટેસ્ટ રમીને પાંચ વિકેટ લીધી છે. તે કમનસીબ હતો કે તે બોલિંગ કરતી વખતે બંને મેચમાં કેચ ચૂકી ગયો. આકાશની જગ્યાએ હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણમાંથી કોઈ એક પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે.
ભારતની ટીમ
રોહિત શમર્િ (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઈસ્વરન, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ. પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, તનુષ કોટિયન.
ઓસ્ટ્રેલિયા ટીમ
સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech