બેટ દ્વારકામાં પ્રથમ ફેઝના વિકાસ કાર્યો માટે રૂપિયા ૧૩૮ કરોડના ટેન્ડરો બહાર પડ્યા

  • November 21, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા પ્રાચીન યાત્રાધામ બેટ દ્વારકામાં વિવિધ વિકાસ કાર્યો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં દ્વારકા કોરીડોર હેઠળ બેટ દ્વારકામાં પ્રથમ ફેઝના વિવિધ કામો માટે ૧૩૮ કરોડના ટેન્ડરો પ્રસિદ્ધ થઈ ગયા હોવાની માહિતી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આપી છે. થોડા સમય પૂર્વે ગુજરાત વિધાનસભાની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે દ્વારકા કોરીડોર હેઠળ બેટ દ્વારકામાં વિવિધ પ્રકારના કામો માટે પ્રથમ ફેઝના રૂ. ૧૩૮ કરોડના કામોના વિવિધ પ્રકારના ટેન્ડરો પ્રસિદ્ધ થઈ ગયા હોવાની વિગત અત્રે ખાસ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આપી હતી.
આ પછી બીજા ફેઝના વિકાસ કાર્યો માટે પણ ટેન્ડરિંગ પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવનાર હોવાનું કેબિનેટ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
ખંભાળિયાની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ છેલ્લા ઘણા વર્ષોથી હાઈસ્કૂલમાં કાર્યરત હતી. તે બિલ્ડીંગને પણ સૈદ્ધાંતિક મંજૂરી સાંપડી છે અને તેની ટેન્ડર પ્રક્રિયા તથા એજન્સી પણ મુકરર થઈ જતા હવે આગામી દિવસોમાં સરકારી કોલેજની કરોડો રૂપિયાના ખર્ચે નવી અધ્યતન અને ઈમારતનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application