ગુજરાત રાજયનો વહીવટ જે જગ્યાએથી ચાલે છે તે નવા સચિવાલયની ભૂમિ પૂજન ૪ જાન્યુઆરી, ૧૯૭૮ ના રોજ, ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ કયુ હતું. ગાંધીનગરમાં સચિવાલય સંકુલનું ઉધ્ઘાટન ૧૧ જુલાઈ, ૧૯૮૫ના રોજ કરવામાં આવ્યું હતું. હવે આ સચિવાલય ને નવા પરંગમા ઢાળવાનો ફરી પ્રયાસ વર્તમાન સરકાર દવારા કરવામા આવી રહયો છે.આ માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવામા આવશે. આ માટે એક કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાની તૈયારીઓ રાજય સરકાર દવારા શ કરવામા આવનાર છે.
સચિવાલયના નવીનીકરણના પ્રયાસમાં, ગુજરાત સરકારે માર્ગ અને મકાન વિભાગને એક સલાહકારની નિમણૂક કરવા માટે નિર્દેશ આપ્યો છે જે પ્રોજેકટ માટે બ્લુપ્રિન્ટ બનાવશે જેમાં સચિવાલય સંકુલના બાહ્ય અને આંતરિક ભાગો સહિત સંપૂર્ણ ઓવરઓલનો સમાવેશ થશે. અતિ આધુનિક સુવિધાઓ સાથે અને ઇકો ફ્રેન્ડલી કન્સેપ્ટ ને ધ્યાનમાં રાખી નવીનીકરણ કરવામાં આવશે
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કન્સલ્ટન્સી ફર્મને નિમવા માટે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જે સચિવાલય સંકુલમાં બિલ્ડીંગ, પાકિગની જગ્યાઓ, ખુલ્લ ા પ્લોટ અને અન્ય સુવિધાઓની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરશે.આ પ્રોજેકટ માટેનો માસ્ટર પ્લાન આગામી ચાર મહિનામાં બનવાની તૈયારીઓ છે અને મહત્વાકાંક્ષી સચિવાલય ફેસલિટ પ્રોજેકટ પર કામ આ કેલેન્ડર વર્ષના અતં સુધીમાં શ થવાની ધારણા છે,તેમ સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રોજેકટ મા રાયના માર્ગ મકાન વિભાગની કેપિટલ વકર્સ શાખા પ્રોજેકટના અમલીકરણ માટે નોડલ એજન્સી હશે, સૂત્રોએ જણાવ્યું હતું કે, માસ્ટર પ્લાન તૈયાર થયા પછી પ્રોજેકટ ખર્ચની ગણતરી કરવામાં આવશે. સચિવાલય કમ્પાઉન્ડમાં આવેલ ગુજરાત વિધાનસભા, સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨ અને ૧૪ વહીવટી બ્લોકસ આવેલા છે. મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓની ઓફિસો ઉપરાંત સચિવાલય કમ્પાઉન્ડમાં રાય સરકારના ૨૫ વિભાગોના અધિકારીઓનો આ કચેરીઓમા બેસી રહયા છે.
સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, સચિવાલય સંકુલની અંદરના તમામ બ્લોકના બાહ્ય અને આંતરિક ભાગોને સંપૂર્ણપણે નવીનીકૃત કરવામાં આવશે. તમામ બ્લોકને એક નવો અદભૂત દેખાવ મળશે. આ તમામ બ્લોક અંદરથી એક સમાન દેખાશે યારે સમગ્ર પ્રોજેકટ પૂર્ણ થશે ત્યારે પાકિગ સ્લોટ અને ખુલ્લ ા વિસ્તારો સહિત સંકુલના સમગ્ર કમ્પાઉન્ડને નવા પ રગં મળશે નવીનીકરણમાં સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨નો પણ સમાવેશ થશે. ગુજરાત વિધાનસભા બિલ્ડિંગની બંને બાજુએ આવેલા આ બે બ્લોક, જેમાં મુખ્યમંત્રી, સરકારના મંત્રીઓ અને ટોચના અમલદારોની કચેરીઓઆવેલી છે, જેનું ઉધ્ઘાટન અનુક્રમે ૨૦૧૩ અને ૨૦૧૪માં કરવામાં આવ્યું હતું, યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech