દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક પરિવારની આશરે 17 વર્ષની સગીર વયની પુત્રીને વર્ષ 2022 ના સમયગાળા દરમિયાન લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઇરાદાથી લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ થયાની ધોરણસર ફરિયાદ જુદી જુદી કલમ હેઠળ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ અહીંના પી.એસ.આઈ. વી.બી. પિઠીયા તેમજ ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ અપહરણ પ્રકરણમાં સંડોવાયેલા અત્રે શક્તિનગર ગ્રામ પંચાયતમાં આવેલા ખોડીયાર પરા વિસ્તારમાં રહેતા મનોજ ઉર્ફે મનીયો વિરકુમાર ઉર્ફે રાજુભાઈ કેસરી નામના 24 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ અહીંના એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં અહીંના સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા એકત્રિત કરાયેલા પુરાવો સાથે જિલ્લા મદદની સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી ધારદાર દલીલો તેમજ આધાર પુરાવાઓને ધ્યાનમાં રાખી, નામદાર અદાલતે આરોપી મનોજ ઉર્ફે મનિયો કેશરીને તકસીરવાન ઠેરવી, એડિશનલ સેશન્સ જજ શ્રી વી.પી. અગ્રવાલે આરોપીને પોકસો તથા દુષ્કર્મની જુદી જુદી કલમ હેઠળ દસ વર્ષની સખત કેદ તથા કુલ રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો છે.
આ ઉપરાંત ભોગ બનનારને તેણીના સામાજિક, આર્થિક તેમજ માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્શેસન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નિવૃત પ્રોફેસરને શેરબજારમાં રોકાણની લાલાચ આપી 50 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઈન્દોરથી ઝડપાયો
January 20, 2025 02:12 PMજામનગર જિલ્લા પંચાયત ખાતે ૨૬૩.૦૮ લાખની પુરાંત સાથેનું બજેટ રજુ, વિપક્ષે વખોડી કાઢ્યું
January 20, 2025 02:10 PMખંભાળિયા: હૃદયરોગના હુમલાએ વિપ્ર યુવાનનો ભોગ લીધો
January 20, 2025 01:28 PMખંભાળિયા ઘરેલુ હિંસાથી રક્ષણના કેસમાં અરજદારની અરજી નામંજૂર
January 20, 2025 01:26 PMખંભાળિયામાં પાણી વિતરણના સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટની સધન સાફ-સફાઈ કરાઈ
January 20, 2025 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech