સલાયા અને ઓખામાં ચાર મહિલાઓ સહિત દસ જુગારીની અટકાયત

  • June 12, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થાનિક પી.એસ.આઈ. વી.એમ. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ જુગાર દરોડો પાડવામાં આવતા જકાતનાકા વિસ્તારમાંથી પોલીસે વિજય ખોડાભાઈ વાઘેલા, સુનિલ રાજુભાઈ કાંજીયા, રાજુ સોમાભાઈ વાઘેલા અને કના રાજુભાઈ ગોદળીયા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા ૧૧,૧૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. દેવ વાંઝા તથા સ્ટાફ દ્વારા શનિવારે ઓખાના ગાંધીનગરી ભુંગામાં કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં ઈબ્રાહીમ સુલેમાન કુરેશી, અલાના ભીખનભાઈ તુરક, મેમુનાબેન સુલેમાન ભીખલાણી, કુલસુમબેન આમીન ભીખલાણી, જમીલાબેન હાજી ભીખલાણી અને જુબીબેન સુલેમાન કુરેશીને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂપિયા ૧૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application