ઠંડીના પ્રમાણમાં વધારાને છેલ્લા બે દિવસથી લાખની ગયેલી બ્રેક આવતી કાલથી ઉઠી જાય અને આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી શકયતા હોવાનું હવામાન ખાતા દ્રારા જાણવા મળે છે.
ગઈકાલે એક જ ધડાકે પોરબંદરમાં લઘુતમ તાપમાનમાં સાત ડિગ્રીનો વધારો થયા પછી આજે બે ડિગ્રીનો ઘટાડો થયો છે. પોરબંદરમાં ગઈકાલે ૨૩ અને આજે ૨૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
નલિયામાં પણ આજે લઘુતમ તાપમાન સાડા ત્રણ ડિગ્રી જેટલું નીચે ઉતરી ગયું છે. નલિયામાં ગઈકાલે ૧૫ અને આજે ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી લગોલગ પહોંચી ગયું છે. પરંતુ આજે લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર થયો છે. રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૪.૪ અને લઘુત્તમ તાપમાન ૧૭.૫ ડિગ્રી હતું. આજે લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રી નોંધાયું છે.
ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન ૧૪.૪ ડિગ્રી નોંધાયું છે. ભવનાથ તળેટીમાં ૧૭.૪ અને જુનાગઢ શહેરમાં ૧૯.૪ ડિગ્રી લઘુતમ તાપમાન છે. પવનની ગતિ પ્રતિ કલાકના ૬ કીલોમીટર આસપાસ રહેવા પામી હતી. અમુક તબક્કે તે વધી જાય છે અને આ બાબતને ધ્યાનમાં રાખી આજે બીજા દિવસે પણ રોપવે બધં રાખવામાં આવ્યો છે.
અન્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો ભાવનગરમાં ૨૦.૬ દ્રારકામાં ૨૧ ઓખામાં ૨૩.૫ અને વેરાવળમાં ૨૪.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જે ગઈકાલની સરખામણીએ માત્ર અડધો ડિગ્રી જેટલો વધારો ઘટાડો દર્શાવે છે.
અમદાવાદમાં પોણો ડિગ્રી જેટલા ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી રહ્યું છે. ડીસામાં અત્યતં મામુલી ઘટાડા સાથે આજે ૧૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં ગઈકાલે ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન હતું. વડોદરામાં ૧૯.૨ અને સુરતમાં ૨૩ ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે જે ગઈકાલની સરખામણીએ સામાન્ય ફેરફાર છે. અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠા નજીક એક લો પ્રેસર સર્જાયું છે અને તેની અસરના ભાગપે દક્ષિણ ભારતના મોટાભાગના રાયો ઉપરાંત મહારાષ્ટ્ર્ર ગોવા કોકણ અને મધ્ય પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી જ રીતે હિમાલયન રિજીયનમાં આગામી તારીખ ૭ ના રોજ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું હોવાથી જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં અને તળેટી વિસ્તારમાં વરસાદ તથા હીમ વર્ષાની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech