પોરબંદરમાં સાડા ત્રણ ડિગ્રી ઠંડી વધી રવિવારથી ૧૦ ડિગ્રીની નીચે પહોંચશે

  • December 06, 2024 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેસરની અસરના ભાગપે મહારાષ્ટ્ર્ર મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાયોમાં માવઠું થયું છે. ગુજરાતમાં પણ ગઈકાલે વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ થયો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર અને ડાંગ જિલ્લામાં આહવા વધઈ સુબીર તાલુકામાં વરસાદ પડતા ઠંડીનું જોર વધી ગયું છે.
કાશ્મીરમાં તારીખ ૮ થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યું છે અને તેની અસરના ભાગપે જમ્મુ કશ્મીર લદાખ પંજાબ હરિયાણા ઉત્તરાખડં સહિતના રાયોમાં તારીખ ૮ અને ૯ માટે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ કશ્મીરમાં તોફાની પવન સાથે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. તામિલનાડુ અને પોંડીચેરીમાં અત્યારે પણ વરસાદ ચાલુ જ છે.
કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનુ હોવાથી તેની અસર અત્યારથી જોવા મળે છે. દેશના અનેક ભાગોમાં આજે લઘુતમ તાપમાન નીચે ઊતયુ છે. સૌરાષ્ટ્ર્ર કચ્છ અને ગુજરાતની વાત કરીએ તો અમરેલીમાં બે અને પોરબંદરમાં સાડા ત્રણ ડિગ્રી ઠંડી વધી છે. પોરબંદરમાં ગઈકાલે ૨૧ અને આજે ૧૭.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે અમરેલીમાં ગઈકાલે ૨૦.૮ અને આજે આપો ૧૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. અમદાવાદમાં આજે ૧૭.૯ ડીસામાં ૧૪.૫ વડોદરામાં ૧૯.૬ અને સુરતમાં ૨૧ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન ૧૬.૩ ડિગ્રી રહ્યું છે. ગઈકાલે ૧૬.૮ ડીગ્રી રહ્યું હતું. વેરાવળમાં ગઈકાલે ૨૪.૫ અને આજે ૨૩.૪ ભુજમાં ગઈકાલે ૧૭.૨ અને આજે ૧૭.૮ નલિયામાં ગઈકાલે ૧૧.૫ અને આજે ૧૧.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે ભાવનગરમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૯.૮ ડિગ્રી રહ્યું છે. દ્રારકામાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૯.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ગિરનાર પર્વત પર આજે ૧૮.૯ ડિગ્રી જુનાગઢ શહેરમાં ૨૩.૯ અને ભવનાથ તળેટીમાં ૨૧.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ત્રણ થી ચાર ડિગ્રી જેટલું ઘટશે અને ઠંડીના પ્રમાણમાં વધારો થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application