ડીસામાં પાંચ અને ભાવનગરમાં બે ડિગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે અને તેના કારણે ત્યાં ઠંડી વધી છે. રાયના અન્ય મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ થવા પામી છે. જોકે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન એકાએક ઝડપભેર નીચે ઉતરી જતા સૂર્યનારાયણના દર્શન સાથે જ શ થઈ જતી ગરમીને બ્રેક લાગી છે.
ડીસામાં ગઈકાલે ૧૭.૬ અને આજે ૧૩.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં ૧૯.૨ ડિગ્રી ગઈકાલે લઘુત્તમ તાપમાન હતું તે આજે ઘટીને ૧૭.૫ ડિગ્રી થઈ ગયું છે. ભુજમાં ગઈકાલે ૧૭.૩ અને આજે ૧૬.૩,નલિયામાં ગઈકાલે ૧૪.૮ અને આજે ૧૩,દ્રારકામાં ગઈકાલે અને આજે બંને દિવસ ૨૦.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ઓખામાં આજનું લઘુતમ તાપમાન ૨૩.૩ ડિગ્રી છે જે ગઈકાલના ૨૪.૭ ડીગ્રીની સરખામણીએ એકાદ ડિગ્રી જેટલું ઓછું છે. પોરબંદરમાં અને રાજકોટમાં ઠંડીના પ્રમાણમાં ખાસ ફેરફાર થયો નથી. પોરબંદરમાં ગઈકાલે ૧૫.૮ અને આજે ૧૫.૬ રાજકોટમાં ગઈકાલે ૧૫.૩ અને આજે પંદર ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૮.૨ ડિગ્રી નોંધાયું છે. આજે અમદાવાદમાં ૧૬ વડોદરામાં ૧૩.૨ સુરતમાં ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
ત્રણ દિવસ પહેલા રાયના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૨ થી ૩૫ ડિગ્રી વચ્ચે હતું તેમાં ઘટાડો થયો છે અને અમદાવાદ વડોદરા ભાવનગર જામનગર સહિત રાયના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નીચે આવી ગયું છે. ભુજમાં ૩૩ નલિયામાં ૩૨.૬ રાજકોટમાં ૩૨.૪ પોરબંદરમાં ૩૧.૫ ડિગ્રી મહતમ તાપમાન રહ્યું છે. ઓખામાં લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે માત્ર છ ડિગ્રીનો તફાવત છે. અહીં લઘુતમ તાપમાન ૨૩.૩ અને મહત્તમ તાપમાન ૨૯.૭ ડિગ્રી રહ્યું છે.
કાશ્મીરમાં થયેલી હિમવર્ષાના પગલે પંજાબ હરિયાણા સહિતના રાયોમાં ઠંડી વધી છે. સમગ્ર દેશમાં સૌથી નીચું તાપમાન આજે પંજાબના આદમપુરમાં માત્ર છ ડિગ્રી નોધાયું છે.
કેરલ સહિતના દક્ષિણના રાયોમાં છેલ્લા દસેક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આજે તો વાવાઝોડાની અસરના કારણે અતિ ભારે વરસાદ પડે છે. આમ છતાં શુક્રવારે સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન કેરળમાં ૩૬.૨ ડિગ્રી નોંધાયું હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMગુજરાત સરકારની ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો પાસેથી રૂ.2425ના ભાવે ખરીદશે ઘઉં
December 19, 2024 08:40 PMજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech