ગુજરાતમાં ઠંડા પવન સાથે ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે 6.5 ડિગ્રી સામે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડું શહેર રહ્યું છે. માઉન્ટ આબુ પર તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રી થતા ઠેર ઠેર બરફની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે.
કચ્છનું નલિયા ઠંડુગાર
કચ્છના ભુજથી નલિયા સુધી કડકડતી ઠંડી પડી રહી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ નલિયામાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું હતું. તો ભુજમાં 10.8 ડિગ્રી નોંધાયુ છે. કચ્છમાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે લોકો દિવસે પણ તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.
રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાન
રાજ્યમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારબાદ ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13.7, પોરબંદરમાં 14.6, ભાવનગરમાં 15.5 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં પવનની ગતિ 5 થી 10 કિમી રહેશે
હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે જેની દિશા બદલાયને આગામી બે દિવસમાં પૂર્વ તરફથી થવાની હોવાથી તાપમાનમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે. પરંતુ તેમ છતાં પવનની ગતિ 5થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેવાથી ઠંડી અનુભવાય શકે છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો હટી જતા વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ ઓછું થયું છે. પરંતુ ગતરોજ થી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં ઠંડા પવન દિવસ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચું રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech