એક અઠવાડીયાથી બપોરે આકરો તાપ અને સવાર-સાંજ ઠંડીનું વાતાવરણ: ધીમે-ધીમે ઉનાળાની શઆત
જામનગરમાં એક અઠવાડીયાથી ઠંડી-ગરમીનું વાતાવરણ જોવા મળ્યું છે, કયારેક કયારેક સવારના ગાઢ ધુમ્મસ પણ જોવા મળે છે, ગઇકાલ સાંજે પણ 25 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો, બપોરે અસહ્ય ગરમીનું વાતાવરણ હોય છે, આગામી દિવસોમાં હવે વધુ ગરમી શ થશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટરકચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 18 ડીગ્રી, મહત્તમ તાપમાન 32.5 ડીગ્રી, હવામાં ભેજ 92 ટકા, પવનની ગતિ 20 થી 25 કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે આગામી દિવસોમાં ધીરે-ધીરે ગરમી શ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે.
હવે ધીરે-ધીરે ગરમીની પાપા પગલી શ થઇ છે, કદાચ આ મહીના બાદ ઠંડી ધીરે-ધીરે વિદાય લે તેવી શકયતા છે, ગામડાઓમાં પણ મિશ્ર વાતાવરણને કારણે તાવ અને શરદીના કેસોમાં વધારો થયો છે. બપોરના ભાગમાં ઉનાળા જેવી ગરમી શ થઇ ચુકી છે, પરંતુ સાંજે 6 વાગ્યે તરત જ હવામાનમાં ફેરફાર થાય છે અને ધીરે-ધીરે ઠંડો પવન વધે છે, આજે સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી આછેરી ધુમ્મસ જોવા મળી હતી જેના કારણે રસ્તાઓ ભીના થયા હતાં, જો કે ત્રણ કલાકની ઝાકળ બાદ રસ્તો કલીયર થયો હતો, વચ્ચે વાહન ચાલકોને થોડી પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech