હિમાચલ પ્રદેશમાં અત્યતં ઠંડી છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે તળાવો અને ધોધ થીજી ગયા છે. લાહૌલ–સ્પીતિના તાબોમાં તાપમાન –૭.૫ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. હવામાન વિભાગે ૨૭ નવેમ્બર સુધી હવામાન સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન, મંડી ઉના બિલાસપુર અને અન્ય સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.
હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાયમાં એક–બે જગ્યાએ હિમવર્ષા થવાની સંભાવના છે. અગાઉ જાહેર કરાયેલી આગાહી મુજબ આવતીકાલે રાયમાં મોટા ભાગના સ્થળોએ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. રાયનું સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ૦.૮ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. લાહૌલ–સ્પીતિના તાબોમાં સૌથી ઓછું તાપમાન –૭.૫ ડિગ્રી સેલ્સિયસ છે. લાહૌલ–સ્પીતિના કીલોંગમાં –૧.૨ અને સામડો –૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લોકોને સૂકી ઠંડીથી કોઈ રાહત મળી નથી.
પિયત વિસ્તારોમાં રવિ પાકની વાવણી ચાલી રહી છે, પરંતુ બિનપિયત વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. રાયમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. સેઉબાગમાં મહત્તમ તાપમાનમાં સૌથી વધુ ૨.૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. રાયમાં સૌથી વધુ તાપમાન ઉનામાં ૨૭.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ધુમ્મસના કારણે દિલ્હીથી ઉના જતી હિમાચલ એકસપ્રેસ ટ્રેન ગુવારે સવારે અંબ–અંદૌરા નિર્ધારિત સમય કરતાં ૨૧ મિનિટ મોડી પહોંચી હતી. વંદે ભારત દિલ્હીથી સવારે ૬:૦૯ વાગ્યે ૧૯ મિનિટના વિલંબથી નીકળી અને ૧૧ મિનિટના વિલંબથી ઉના પહોંચી. જન શતાબ્દી ઉના ૨૪ મિનિટ અને સાબરમતી એકસપ્રેસ ૧૧ મિનિટ મોડી પહોંચી હતી.
હિમાચલ પ્રદેશમાં લગભગ દોઢ મહિનાથી વરસાદ ન હોવા છતાં ઠંડીમાં વધારો થયો છે. સવારે અને સાંજે તાપમાન માઈનસમાં પહોંચી રહ્યું છે. તેની અસરથી ઉચાઈવાળા વિસ્તારોમાં નદીઓ અને નાળાઓ પણ થીજી જવા લાગ્યા છે. ચંબા જિલ્લામાં આદિવાસી પેટા વિભાગ, પાંગી ખીણને જોડતા ચંબા–તિસા–સચપાસ રોડ પર ૧૩૦૦૦ ફટની ઉંચાઈ પર સ્થિત કરથલા નાલા પાસે ધોધ થીજી ગયો છે. તેને જોતાં એવું લાગે છે કે જાણે બરફનો પહાડ હોય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech