મહત્તમ તાપમાનમાં ઘટાડાના કારણે છેલ્લા બે દિવસથી ગરમીના પ્રમાણમાં થોડી રાહત હતી પરંતુ ગઈકાલ સાંજથી પવનની દિશા બદલાય છે અને નોર્થ, નોર્થ- ઈસ્ટ દિશામાંથી પવન ફૂંકાવાનું શરૂ થતા ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સવારે ઠંડીએ જોરદાર બાઉનબેક કર્યું હોય તેમ લઘુતમ તાપમાનમાં સામાન્યથી 13 ડિગ્રીનો તોતિંગ ઘટાડો થવા પામ્યો છે. નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી હતું તે આજે ઘટીને 6.2 ડિગ્રી થઈ ગયું છે. ભુજમાં ગઈકાલે 19.4 અને આજે 14.8 અમરેલીમાં ગઈકાલે 21 અને આજે 14.8 ભાવનગરમાં ગઈકાલે 22.2 અને આજે 18.1 દ્વારકામાં ગઈકાલે 21.5 અને આજે 18.9 ઓખામાં ગઈકાલે 23.2 અને આજે 22.1 પોરબંદરમાં ગઈકાલે 20 અને આજે 14.4 રાજકોટમાં ગઈકાલે 19.1 અને આજે 13.9 વેરાવળમાં ગઈકાલે 21.9 અને આજે 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી નીચે રહ્યું
જમ્મુ-કાશ્મીર, લદાખ અને હિમાલયના રિજીયનમાં જોરદાર વરસાદ અને હિમવર્ષા ચાલુ છે એ દિશામાંથી પવનો ફુકાવાનું શરૂ થતા લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થયો છે. આજે સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી નીચે રહ્યું છે. ઓખા ડીસા સહિત અનેક સ્થળોએ મહતમ તાપમાન 30 ડિગ્રી નીચે સરકી ગયું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન રાજકોટમાં 36.2 ડિગ્રી સોમવારે નોંધાયું હતું પરંતુ ગઈકાલે વાતાવરણ બદલાતા તે ઘટીને 33.7 ડિગ્રી થઈ ગયું હતું આજે તેમાં પણ વધુ બે ડિગ્રીનો ઘટાડો થયો છે.
નલિયામાં મહત્તમ 31.2 ડિગ્રી તાપમાન નોંધાયું
ભુજમાં 32.3, નલિયામાં 31.2, અમરેલીમાં 33.8, ભાવનગરમાં 33.5, દ્વારકામાં 31.7, ઓખામાં 28.8, પોરબંદરમાં 33.6, વેરાવળમાં 34.4 અને કેશોદમાં 33.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 32.7, ડીસામાં 29.8, ગાંધીનગરમાં 32.5 અને સુરતમાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
9 માર્ચે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ પવનની ગતિ પણ વધી ગઈ છે અને સરેરાશ 15 થી 20 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રીજીયનમાં હિમવર્ષા થઈ રહી છે. આગામી તારીખ નવના રોજ વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવશે અને તેના કારણે પણ વરસાદ અને હિમવર્ષા ની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આસામમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન છવાયુ હોવાથી ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસની હેરાનગતિથી ધંધો બંધ કરવાની ચીમકી
April 16, 2025 03:10 PMવારંવારની સૂચના છતાં જગ્યા ખાલી નહીં કરાતા કાર્યવાહી
April 16, 2025 03:09 PMશૈક્ષણિક સંસ્થાના ડાયરેકટરની ચેમ્બરમાં ઘુસી શખ્સોનો હુમલો
April 16, 2025 03:07 PMઅધિકારી એન. કે. મીનાએ મહાપાલીકામાં હાજર થઈ સંભાળ્યો કમિશ્નરનો ચાર્જ
April 16, 2025 03:06 PMકટીંગ સમયે પીસીબીનો દરોડો: બુટ-ચંપલના કોથાળામાંથી રૂ. 3.74 લાખનો દારૂ ઝડપાયો
April 16, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech