તેલંગાણાના સરકારી અધિકારી ૧૦૦ કરોડની સંપત્તિના માલિક

  • January 25, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તેલંગાણાના એક સરકારી અધિકારી એસીબીની ઝપટે ચડા છે અને તેમના ઘરથી માંડીને ઓફીસ તેમજ અન્ય ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી શ કરવામાં આવી છે જેમાં ૪૦ લાખ રોકડા, કરોડોનું સોનું, ૬૦ કીમતી ઘડિયાળો જ કરવામાં આવ્યા છે, જો ક હજુ લોકર તો ખોલાયા જ નથી, જે ખુલ્યા પછી બેહિસાબી નાણું અનેકગણું સામે આવી શકે છે.એસીબીએ સરકારી અધિકારી પાસેથી લગભગ ૧૦૦ કરોડ પિયાની સંપત્તિ રિકવર કરી છે અને આજે પણ સર્ચ થાય તેવી શકયતા છે. બુધવારે આખો દિવસ ૧૪ ટીમોએ તપાસ કરી હતી.
તેલંગાણાના ભ્રષ્ટ્રાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, એસીબીએ સરકારી અધિકારી પાસેથી લગભગ ૧૦૦ કરોડ પિયાની સંપત્તિ રિકવર કરી છે. અધિકારીઓએ બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના સેક્રેટરી અને મેટ્રો રેલના ઓફિસર એસ.બાલકૃષ્ણના પરિસર પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ટાઉન પ્લાનિંગ ડિરેકટર તરીકે કામ કરતા હતા.


બેંક લોકર તો હજુ ખોલવામાં નથી આવ્યા

વિગતો મુજબ અત્યાર સુધીમાં લગભગ ૪૦ લાખ પિયા રોકડા, ૨ કિલો સોનું અને મિલકતના દસ્તાવેજો, ૬૦ મોંઘી કાંડા ઘડિયાળો, ૧૪ મોબાઈલ ફોન અને ૧૦ લેપટોપ જ કરવામાં આવ્યા છે. અધિકારીના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. એસીબીએ ઓછામાં ઓછી ચાર બેંકોમાં લોકરની ઓળખ કરી છે. એસીબીના અધિકારીઓને અધિકારીના નિવાસસ્થાને રોકડ ગણતરીના મશીનો મળ્યા હોવાના અહેવાલ છે. ચાલુ સર્ચમાં વધુ પ્રોપર્ટી બહાર આવવાની શકયતા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application